Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    42 NRI પરિવારની માદરે વતનમાં દીપાવલી પર્વની ઉજવણી:'ડોલરિયા ગામ' તરીકે ઓળખાતા જાસલપુર સહિતના ગામોમાં ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન

    6 hours ago

    દિવાળીના પર્વની સમગ્ર દેશ અને દુનિયામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કડી તાલુકાના 'ડોલરિયા ગામ' તરીકે પ્રખ્યાત જાસલપુરમાં આ વર્ષે પણ દિવાળી પર્વનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. માદરે વતન પ્રત્યેનો પ્રેમ અને પરંપરા જાળવી રાખવા વિદેશમાં વસવાટ કરતા 42 જેટલા NRI પરિવારો ખાસ દિવાળી ઉજવવા ગામમાં આવી પહોંચ્યા હતા. જાસલપુર સહિત આસપાસના ઊંટવા, ખેરપુર, રાજપુર, કૈયલ અને લક્ષ્મણપુરા જેવા ગામોમાં દિવાળી દરમિયાન રાસ-ગરબાનું વિશેષ આકર્ષણ હોય છે. જાસલપુર ગામના 3000થી વધુ લોકોનો વિદેશમાં વસવાટ ઉલ્લેખનીય છે કે જાસલપુર ગામના 3,000થી વધુ વતનીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં સ્થાયી થયા છે. આમ છતાં, પોતાની માટી સાથેનો નાતો અકબંધ રાખીને દર વર્ષે અનેક પરિવારો દિવાળી ઉજવવા માદરે વતન દોડી આવે છે.જાસલપુર ગામમાં છેલ્લા આશરે 50 વર્ષથી આદ્યશક્તિ મેલડી માતાજીના મંદિરના પ્રાંગણમાં દિવાળીના તહેવાર પર ગરબાનું આયોજન કરવાની પરંપરા ચાલતી આવી છે. અહીં નવરાત્રિ કરતાં પણ દિવાળીનો ઉત્સવ વધુ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્રણ દિવસના દીપોત્સવ પર્વનું આયોજન આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ દિવાળી, પડતર દિવસ અને નૂતન વર્ષ એમ ત્રણેય દિવસ સુધી ભવ્ય દીપોત્સવી મહોત્સવ યોજાયો હતો. મેલડી માતાજી સંસ્થાન દ્વારા બહારથી આવતા ગ્રામજનો અને મહેમાનો માટે રહેવા તેમજ જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવાળીની રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા દિવ્યા ચૌધરીના સૂર પર રાસ-ગરબાની રમઝટ જામી હતી, જેમાં એનઆરઆઈ પરિવારો, સ્થાનિક ગ્રામજનો અને યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા. વિદેશી ધરતી પર વસતા વતનીઓના આગમનથી જાસલપુરમાં દિવાળીનો આનંદ બેવડાયો હતો અને આખોય વિસ્તાર ઉત્સાહ તથા સંસ્કૃતિના રંગે રંગાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત ગુરુકુળમાં ચોપડા-લેપટોપનું ભક્તિભાવપૂર્વક પૂજન:સંપત્તિના ઉપયોગ અંગે દાન, ભોગ અને નાશનો સંતોએ આપ્યો સંદેશ
    Next Article
    વેરાવળમાં વહેલી સવારે ચાર જગ્યાએ આગ લાગી:કાશી વિશ્વનાથ મંદિર સામે મકાનના ત્રીજા માળે સિલિન્ડર ફાટ્યો, લક્ષ્મી બેકરીમાં રૂ. 2 લાખનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment