Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો

    13 hours ago

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 1024 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કર્યા છે. આ ઉપરાંત 450 કરોડના ખર્ચે બનેલા અને 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. ત્યારબાદ વાડજ ખાતે રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોની માલિકોને ચાવી સોંપી હતી. આ કાર્યક્રમ પૂર્ણ કરી અમિત શાહે રાણીપમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં જણાવ્યું કે, ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં ડ્રગ્સ મુક્ત કરીશું. ડ્રગ્સ અંગે 1033 નંબર પર જાણ કરજો અને જાણ કરનારનું નામ પણ ક્યાંય આવશે નહીં. આ કાર્યક્રમ બાદ અમિત શાહ જોધપુરમાં નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. બાદમાં અમિત શાહે વાડજમાં રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોની મુલાકાત લીધી હતી. બાદમાં રાણીપ ડી-માર્ટ સામેના પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરી, મકાન માલિકોને ચાવી સોંપી હતી. બાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાણીપુરીની લારી ચલાવતા યુવકની મહિને 4.80 લાખ રૂપિયાની કમાણી:IIT ગ્રેજ્યુએટ યુવતીએ વીડિયો પોસ્ટ કર્યો, કહ્યું- અમારી ડિગ્રી તો મજાક બની ગઈ
    Next Article
    સુરત ગુરુકુળમાં ચોપડા-લેપટોપનું ભક્તિભાવપૂર્વક પૂજન:સંપત્તિના ઉપયોગ અંગે દાન, ભોગ અને નાશનો સંતોએ આપ્યો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment