Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીપુરીની લારી ચલાવતા યુવકની મહિને 4.80 લાખ રૂપિયાની કમાણી:IIT ગ્રેજ્યુએટ યુવતીએ વીડિયો પોસ્ટ કર્યો, કહ્યું- અમારી ડિગ્રી તો મજાક બની ગઈ

    6 hours ago

    IIT ગ્રેજ્યુએટની આંખો ત્યારે આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, જ્યારે તેમને રસ્તા પર પાણીપુરી વેચતા એક વેપારીની વાસ્તવિક કમાણી વિશે જાણ થઈ. એક લારીથી દર મહિને 1.20 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો. આ સાંભળીને દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણેલા યુવાનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. IIT ગુવાહાટીમાંથી પાસઆઉટ વૈષ્ણવી શ્રીવાસ્તવે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તે IIT દિલ્હી, IIT કાનપુર અને IIT હૈદરાબાદમાં ભણેલા પોતાના મિત્રો સાથે પાણીપુરી ખાવા ગઈ હતી. આ દરમિયાન વાતવાતમાં જે સત્ય સામે આવ્યું, તેણે તેને આશ્ચર્યચકિત કરી દીધી. કોર્પોરેટ મજૂર Vs બિઝનેસમેન પાણીપુરીવાળાએ જણાવ્યું કે બધા ખર્ચા કાઢ્યા બાદ તે દર મહિને 1.2 લાખ રૂપિયા બચાવી લે છે. એટલું જ નહીં, તે બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એટલે કે માત્ર છ કલાક કામ કરે છે. તે પોતાની મરજીનો માલિક છે; મન થયું તો રવિવારે દુકાન ખોલી, નહીં તો રજા માણી લીધી. આશ્ચર્યની વાત તો એ છે કે તેની પાસે આવી વધુ 3 લારીઓ છે, જેના કારણે તેની કુલ માસિક આવક 4.5 લાખથી વધુ થઈ જાય છે. વૈષ્ણવીએ જણાવ્યું કે આ કમાણીના આધારે તે પાણીપુરીવાળો પોતાનું ઘર અને સ્કોર્પિયો કાર પણ ધરાવે છે. આ વાત પર એક IITian હસતાં-હસતાં બોલ્યો, "ભાઈ, અમારી ડિગ્રી તો મજાક બની ગઈ. અમારી તરફ ન જુઓ." વૈષ્ણવીએ પણ વીડિયોના કેપ્શનમાં લખ્યું, "આ મુકાબલો IIT વિરુદ્ધ પાણીપુરીવાળાનો નથી, પરંતુ કોર્પોરેટ મજૂર વિરુદ્ધ બિઝનેસમેનનો છે." જુઓ સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા આ વીડિયો વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ આ વાત પર ભાર મૂક્યો કે 6 કલાકના વેચાણની પાછળ સવારથી કરવામાં આવતી આકરી મહેનત હોય છે. એક યુઝરે લખ્યું, "તમે લોકો AC ઓફિસમાં બેસીને લેપટોપ પર કામ કરો છો. તે પ્રદૂષણ, ગરમી, ઠંડી અને વરસાદમાં સતત છ કલાક ઊભો રહે છે. આ મહેનતની કોઈ સરખામણી થઈ શકે નહીં." આ ઉપરાંત અન્ય એક યુઝરે પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું, "મેં મુંબઈમાં એક ચાવાળાને તેની કમાણી વિશે પૂછ્યું હતું. તેની કમાણી જાણીને મને મારી એમબીએ ડિગ્રીની પૂરી ફી યાદ આવી ગઈ." --------------------------- આ સમાચાર પણ વાંચો: કારમાં આગ લાગવાથી એક મહિલા સહિત 6 લોકો જીવતા ભડથું:ડિવાઈડર તોડી 120 કિમીની સ્પીડે થાંભલા સાથે અથડાઈ, હરિયાણાના મુસાફરો હરિદ્વાર જઈ રહ્યા હતા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવારે સવારે કારમાં એક મહિલા સહિત 6 લોકો જીવતા સળગી ગયા. હાઇવે પર 120 કિમીની ઝડપે જઈ રહેલી ઓરા કાર પહેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ. ત્યારબાદ ડિવાઇડર તોડીને બીજા લેનમાં જઈને પલટી ગઈ. કાર હરિયાણાથી મુઝફ્ફરનગર તરફ આવી રહી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા. તમામ હરિયાણાના જીંદના રહેવાસી હતા. તેઓ હરિદ્વાર જઈ રહ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે વીજળીનો થાંભલો બે ટુકડામાં તૂટી ગયો. ડિવાઇડરનો 10 મીટરનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Delhi-NCR AQI: दिल्ली-NCR का असली AQI तो ये है, स्थिति आपको डरा देगी! Pollution in Delhi-NCR।Weather
    Next Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment