Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમર સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે આધેડ પર હુમલો:પૌત્રના ફટાકડાનો તણખો સામેના ઘરે જતાં મામલો બિચક્યો, ઉશ્કેરાયેલા શખ્સે તલવાર ઘા માર્યો

    1 day ago

    ભાવનગરના કુંભારવાડા વિસ્તારની અમર સોસાયટીમાં ગતરાત્રિના ફટાકડા ફોડવાના પ્રશ્ને બોલાચાલી થતાં આજ વિસ્તારમાં રહેતા શખ્સે આધેડ પર તલવાર વડે હુમલો કરી માથાના ભાગે લોહીયાળ ઈજા પહોંચાડી હતી.ઘટના બાદ ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત આધેડે બોરતળાવ પોલીસ મથકમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ બાદ મારામારી બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના કુંભારવાડા અમર સોસાયટીના પ્લોટ નંબર 110 એ-2 માં રહેતા બુધાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉ.વ 45) એ બોરતળાવ પોલીસ મથકમાં ચિરાગ વાઘેલા (રહે. ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રિના 10:30 વાગ્યાના અરસામાં તેમના દીકરાનો દીકરો ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો, જેનો તીખારો સામે રહેતા ચિરાગ વાઘેલાના ઘર પાસે જતા ચિરાગ તેમના ઘરે પાસે આવીને અપશબ્દો બોલવા લાગતા તેઓએ "અમે હાથે કરી ત્યાં ફટાકડો નથી ફોડ્યો" તેમ કહેતા ચિરાગ વધુ ઉશ્કેરાઈને તેઓની ઉપર તલવાર વડે હુમલો કરી માથાના ભાગે લોહીયાણ ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ફરિયાદના અનુસંધાને પોલીસે શખ્સ સામે BNS એક્ટ 115(2), 352 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    એસએમસીની રેડમાં લાખોનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો.:સ્થાનિક તંત્ર ઊગતું રહ્યું નેબિલખામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરકારી અનાજ અને પોષણ અભિયાનના પેકેટો સાથે લાખોનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપ્યો, વહીવટી તંત્રની કામગીરી પર સવાલો
    Next Article
    જામનગરના BAPS મંદિરમાં ચોપડા પૂજન:દીપાવલી નિમિત્તે રવિસભા પણ યોજાઈ; કલેક્ટર પી.બી. પંડ્યા અને સંતો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment