Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસએમસીની રેડમાં લાખોનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો.:સ્થાનિક તંત્ર ઊગતું રહ્યું નેબિલખામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરકારી અનાજ અને પોષણ અભિયાનના પેકેટો સાથે લાખોનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપ્યો, વહીવટી તંત્રની કામગીરી પર સવાલો

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના બિલખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગરથી ત્રાટકેલા સ્ટેટ મોનિટરિંગ યુનિટ દ્વારા સસ્તા અનાજ અને સરકારી યોજનાના અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMCના પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે બિલખા ગામની નાગરેચાવાડી તથા અન્ય ગોડાઉનોમાં કેટલાક ઇસમો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાહત દરે આપવામાં આવતો સરકારી અનાજનો જથ્થો બારોબાર ખરીદીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ​આ બાતમીના આધારે પોલીસે બિલખા ગામના નાગરેચાવાડી વિસ્તારમાં આવેલા ગોડાઉનો પર ઓચિંતી રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ઇમ્તિયાઝ હારૂનભાઈ ચૌહાણ અને મુસ્તાકભાઈ ગફારભાઈ ચૌહાણ નામના આરોપીઓ સ્થળ પરથી પકડાઈ આવ્યા હતા. આ ઉપરાંત તપાસમાં અમીન જીકરભાઈ ચોટલીયા, ફિરોઝ બોદુભાઈ માલવીયા અને ઈરફાન સિતારભાઈ કાળવતર સહિતના શખ્સોની પણ આ કાળાબજારીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ​પોલીસની આ સઘન કાર્યવાહીમાં અલગ-અલગ ગોડાઉનો અને ટેમ્પોમાંથી ઘઉં, ફોર્ટીફાઈડ ચોખા, મગફળી, સોયાબીન, તુવેરદાળ તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને ગુજરાત સરકારના પોષણ અભિયાન હેઠળના બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ મળીને અનાજ, વાહનો અને મોબાઈલ ફોન સહિત આશરે રૂપિયા 37,90,696 નો શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે પોતાના કબજે લીધો છે. ​જિલ્લા પર SMCની નજર અને સ્થાનિક તંત્રની ભૂમિકા સામે સવાલો: ​છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ એસએમસી (SMC) દ્વારા મોટી-મોટી રેડ કરવામાં આવી છે. જેમાં અગાઉ લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને જુગારનો મુદ્દામાલ પણ મોટા પ્રમાણમાં ઝડપાયો હતો. હવે બિલખામાંથી સસ્તા અનાજનો પણ મોટા પ્રમાણમાં જથ્થો પકડાયો છે, જે સાબિત કરે છે કે જૂનાગઢ જિલ્લા પર SMCની કડક નજર છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMC દ્વારા સતત આવી સફળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ​આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે અગાઉ પણ જ્યારે લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો, ત્યારે આવા ગેરકાયદેસર ગોરખધંધા કરનાર તત્વો કાયમી માટે પોતાના આ ધંધા કેમ બંધ કરતા નથી? જો બહારની એજન્સી એટલે કે SMC પોલીસ દ્વારા આ પ્રકારે સફળ અને કડક કાર્યવાહી કરવામાં આવતી હોય, તો પછી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અગાઉથી કેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી? જ્યારે સવાલ એ ઊભું થાય છે કે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા આ મામલે શા માટે કોઈ નકાર કાર્યવાહી કરવામાં આવતી નથી..
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં દિવાળીએ મેરાયું કાઢવાની પરંપરા જળવાઈ:યુવાનો, વડીલો અને બાળકોએ પ્રજ્વલિત મેરાયું લઈને શેરીઓમાં ફરી ઉજવણી કરી
    Next Article
    અમર સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે આધેડ પર હુમલો:પૌત્રના ફટાકડાનો તણખો સામેના ઘરે જતાં મામલો બિચક્યો, ઉશ્કેરાયેલા શખ્સે તલવાર ઘા માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment