Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં દિવાળીએ મેરાયું કાઢવાની પરંપરા જળવાઈ:યુવાનો, વડીલો અને બાળકોએ પ્રજ્વલિત મેરાયું લઈને શેરીઓમાં ફરી ઉજવણી કરી

    1 day ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં દિવાળીની રાત્રે મેરાયું કાઢવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી. યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ પ્રજ્વલિત મેરાયું લઈને શેરીઓમાં નીકળ્યાં હતાં. શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓમાં લોકો આ પરંપરામાં જોડાયા હતા. લોકમાન્યતા મુજબ, મેરાયું કાઢવાથી ઘરમાંથી અનિષ્ટ તત્ત્વો અને નકારાત્મકતા દૂર થાય છે. પરંપરા મુજબ, મહિલાઓ વરખડીના વૃક્ષની ત્રણ પાંખિયાવાળી ડાળીઓ લાવે છે. તેના પર કપડાં અથવા રૂની દિવેટ તૈયાર કરી માટીનો લેપ લગાવી મેરાયું બનાવે છે. કેટલાક લોકો માટીમાંથી પણ મેરાયું તૈયાર કરે છે. દિવાળીની રાત્રે તેને પ્રજ્વલિત કરીને ઘરમાં ફેરવવામાં આવે છે. મેરાયું લઈને શેરીઓમાં નીકળેલા લોકો ઘરે ઘરે જઈ તેલ એકત્રિત કરે છે. પછી લાકડી પર પરોવેલું પ્રજ્વલિત મેરાયું લઈને મહોલ્લાના છેડે આવેલા ઝાંપા સુધી જાય છે. ત્યાં મેરાયું મૂકવાની પરંપરા છે. આ દરમિયાન લોકો ‘આજ દિવાળી કાલ દિવાળી... હનુમાનજીએ લંકા બાળી... મેર મેરાયું...’ જેવા પરંપરાગત નાદ કરે છે. સમયની સાથે મેરાયું બનાવવાની રીતમાં ફેરફાર આવ્યો છે. અગાઉ લોકો વરખડીની ડાળીઓ અને બીજી સામગ્રીથી ઘરે જ મેરાયું બનાવતા હતા. હવે બજારમાં તૈયાર મેરાયું પણ મળે છે. લુણાવાડા સહિત મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ પરંપરા આજે પણ ચાલુ છે. નવી પેઢી પણ તેમાં જોડાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો, તમારું નામ નહીં આવે
    Next Article
    એસએમસીની રેડમાં લાખોનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો.:સ્થાનિક તંત્ર ઊગતું રહ્યું નેબિલખામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરકારી અનાજ અને પોષણ અભિયાનના પેકેટો સાથે લાખોનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપ્યો, વહીવટી તંત્રની કામગીરી પર સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment