Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ BAPSનું નવું કદમ:સાળંગપુર ખાતે પ્રાકૃતિક ખેતી અને મધમાખી પાલન કેન્દ્ર શરૂ

    2 days ago

    બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સાથે પર્યાવરણ તથા ગ્રામોત્થાનના ક્ષેત્રોમાં અવિરત સેવાકાર્યો કરી રહી છે. ખેડૂતોના વિકાસ માટે BAPS ગૌશાળા ટ્રસ્ટ, સાળંગપુર દ્વારા પ્રમુખ સ્વામી પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્ર (નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત) તેમજ મહંતમ્ પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર(ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવ ર્સિટીના સહયોગથી) પહેલેથી કાર્યરત છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી બોટાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ''પ્રહંત ઇન્ટિગ્રેટેડ બીકીપિંગ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયુ છે.આ નવનિર્મિત અને અત્યાધુનિક કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રગટ ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે કરાયુ હતું. ત્યારબાદ મુખ્ય ઉદ્ઘાટન સભામાં સંસ્થાના વરિષ્ઠ સંતો વિવેક સાગર સ્વામી અને જ્ઞાનેશ્વર સ્વામી હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ખેડૂતો અને મધમાખી પાલકોના આર્થિક ઉત્કર્ષ માટે આવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ બીકીપિંગ સેન્ટર ગુજરાતમાં સૌ પ્રથમવાર તૈયાર થયું છે. વડા પ્રધાનએ મન કી બાત સહિત વિવિધ પ્રસંગોએ મધમાખી પાલનને "સ્વીટ રિવોલ્યુશન" તરીકે પ્રોત્સાહન આપી ખેડૂતોની આવક વધારવા, પ્રાકૃતિક ખેતીને વેગ આપવા તેમજ ''આત્મ નિર્ભર ભારત'' અને ''વિકસિત ભારત-2047 નો જે સંકલ્પ રજૂ કર્યો છે, તે જ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવાની દિશામાં BAPS નું આ કેન્દ્ર અર્થપૂર્ણ પહેલ છે. મધ માખી પાલન ક્ષેત્રે સંશોધન અને ઉદ્યોગ વિકાસના અગ્રણી કેન્દ્ર સમાન આ ''પ્રહંત IBDC''માં એક જ છત નીચે વૈજ્ઞાનિક મધમાખી સંવર્ધન, આધુનિક સાધનોનું ઉત્પાદન, હાઇજેનિક હની પ્રોસેસિંગ, આંતરરાષ્ટ્રીય સ્તરની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી, કોલ્ડ સ્ટોરેજ તેમજ ખેડૂતો માટે સીધા માર્કેટિંગ લિન્કેજ સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઊભી કરાઈ છે. ગુજરાતનું આ સૌપ્રથમ મધમાખી પાલન કેન્દ્ર ''પ્રહંત IBDC'' દેશભરના લાખો ખેડૂતો, મધમાખી પાલકો, કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ લોકો માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે .
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ આજે:આખી રાત જંતર-મંતર પર એકઠા થયેલા પ્રદર્શનકારીઓ, બેરિકેડ તોડ્યા; વાંગચુક હોસ્પિટલમાં, પત્ની પ્રદર્શનમાં જોડાશે
    Next Article
    Stocks To Watch Today: JSW Cement, Piramal Finance, UltraTech Cement, Karur Vysaya Bank And Reliance Power

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment