Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં દીપોત્સવ ઉજવાયો:ભક્તોએ દીવા પ્રગટાવી આરતી કરી; રાધા-માધવની પાલખી મંદિર પરિસરમાં ફેરવાઈ

    10 hours ago

    ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં દીપોત્સવ ઉજવાયો. દર્શનાર્થીઓએ દીવા પ્રગટાવી આરતી કરી. મંદિર હજારો દીવાઓથી ઝગમગી ઊઠ્યું હતું. શરદ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા સુધી મંદિરમાં એક મહિના માટે કાર્તિક દામોદર માસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિરને ફૂલો, હાર અને રંગબેરંગી સજાવટથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં શ્રી શ્રી રાધા-માધવના દર્શન સાથે માતા યશોદા અને ભગવાન દામોદરની ઝાંખી પણ બનાવવામાં આવી હતી. દામોદરનો અર્થ દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ થાય છે. કથા મુજબ, એક વખત માતા યશોદાએ નટખટ બાળ કૃષ્ણને દોરડાથી બાંધવાનો પ્રયાસ કર્યો હતો. ભક્તોએ આ લીલાને યાદ કરીને ભગવાનને ઘીના દીવા અર્પણ કર્યા. આ પ્રસંગે ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શયન આરતી કરવામાં આવી. દીપાવલીનો તહેવાર ભગવાન શ્રીરામ રાવણ પર વિજય મેળવી અયોધ્યા પાછા ફર્યા તેની યાદ પણ અપાવે છે. અયોધ્યાના લોકોએ હજારો દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ઉત્સવનું એક આકર્ષણ પાલખી ઉત્સવ હતો. શ્રી શ્રી રાધા-માધવને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    કોમર્સ-6 રોડ પાસે નશામાં ધૂત કારચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી:બાજુમાં બેસેલો શખસ પણ નશામાં હતો, બન્નેની અટકાયત
    Next Article
    દિવાળીની રાત્રે 2 મર્ડર, 5થી વધુ ઘાયલ:સુરતમાં ફટાકડા ફોડવા ગયેલા યુવકને છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અમરેલીમાં ટ્રકના ભાડાના મનદુઃખમાં છરી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment