Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:હિંમતનગરના દોલગઢ કેનાલ પાસે જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

    21 hours ago

    હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દોલગઢથી જામળા જતાં રોડ પર કેનાલ નજીકથી પોલીસે દરોડો પાડીને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં 6 શખ્સોને 10હજારની મત્તા સાથે પકડી પાડ્યા હતા. ​પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે દોલગઢ કેનાલ પાસે બાવળની ઝાડીઓમાં કેટલાક શખ્સો ભેગા મળીને પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં સ્થળ પરથી જ જુગારીઓને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. ​ દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા ડાહ્યાભાઈ ધનાભાઈ મકવાણા (રહે. નવલપુર), વિનોદભાઈ સંપતભાઈ દેવીપૂજક (રહે. ધાણધા), ઉદયભાઇ મૂળાભાઇ દેવીપૂજક (રહે. વાઘેલાવાસ, ધાણધા,તા. હિંમતનગર) ફકીરભાઈ નંદુભાઈ મીર (રહે. વક્તાપુર), રાહુલ નરેશભાઈ સુથાર (રહે. વક્તાપુર) અને વિક્રમભાઈ નારણભાઈ રાવળ (રહે. વક્તાપુર) પકડાયા હતા. ​ પોલીસે દાવ પરથી મળેલા રૂ. 2200 તથા પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલા રૂ.8100 મળીને કુલ રૂ. 10300 ની રોકડ રકમ તેમજ ગંજીપાનાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રસ્તો ખુલ્લો કરવા સાથે વાહનો અને કચરો દૂર કાયો‎:છોટાઉદેપુર રેલવે સ્ટેશન બહાર સફાઈ સાથે વર્ષો દબાણો પર બુલડોઝર ફેરવાયું
    Next Article
    કાર્યવાહી:હિંમતનગરમાં કારમાંથી 3.12 લાખના દારૂ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment