Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારના મોટાપાયે વેપલાની આખી સિન્ડિકેટ‎:ભાજપના તાલુકા લઘુમતી પ્રમુખના કલવાડા પોલ્ટ્રી ફાર્મમાંથી દારૂ માટેનો 1600 કિલો નવસાર ઝડપાયો

    17 hours ago

    વલસાડના કલવાડામાં તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખના પોલ્ટ્રી ફાર્મમાં દરોડો પાડી એસઓજી પોલીસે દેશી દારૂ બનાવવામાં વપરાતો નવસારનો ગેરકાયદે વેપલાના કૌભાંડનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. નવસારની 15,960 પાટ કબજે કરીને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી -વધુ તપાસ હાથ ધરાઇ છે. રેન્જ આઇજી પ્રેમવીરસિંહ દ્વારા કાર્યવાહીની અપાયેલી સૂચના હેઠળ વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ જિલ્લા પોલીસને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. વલસાડ એસઓજી પીઆઇ દિનેશ પરમારના નેતૃ્ત્વ હેઠળ પીએસઆઇ વાય.પી.હડિયાની ટીમે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન હે.કો. અરશદ યુસુફને કલવાડામાં એક પોલ્ટ્રી ફાર્મમાં નવસારનો વેપલા અંગે બાતમી મળતાં પીઆઇ દિનેશ પરમારે ગંભીરતાથી ગુંદલાવ ચોકડી થઇ ખેરગામ રોડ તરફ હંકારી ગયા હતા. કલવાડાની સીમમાં એક પોલ્ટ્રી ફાર્મનું લોકેશન જાણી SOGએ છાપો મારી દીધો હતો. તપાસમાં 79, 800ની કિમતનો થેલામાં ભરેલા 58 બોક્સમાં 15,960 જેટલી નવસારની પાટનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આ કેસમાં તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સુલેમાન શેખ અને જાવિદ શેખ, બંન્ને રહે. સેગવા, રાજપુત ફળિયા, તા.વલસાડની માલિકીના કલવાડા ગામ નહેર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી નવસારનો જથ્થો પકડી તે બંન્નેની ધરપકડ કરી છે. નવસારના મોટાપાયે વેપલાની આખી સિન્ડિકેટ નવસારનો ગોરખ ધંધામાં સંડોવાયેલા ઇસમો તાલુકામાં દેશી દારૂની બનાવટ માટે જથ્થો પૂરો પાડતા હોવાનું જાણવા મળ્યું છે. એસઓજીની તપાસમાં આખી સિન્ડિકેટના નામો બહાર આવ્યા છે. જેમાં આરોપીને જથ્થો આપનાર મહારાષ્ટ્રના તલાસરીનો મૂળ રહીશ જગદીશ કલકત્તાવાળો, હાલ રહે. સુરત, જથ્થો લેનાર લતાબેન ભીખુભાઇ ધો.પટેલ, રહે. અટગામ, દિનેશ શુક્કર નાયકા પટેલ, રહે.સેગવા , કાંતિ જગન ધો.પટેલ, રહે. અટગામ , સુમન ફુલા ધો.પટેલ, રહે. રોજા સમાર ફળિયું, અટગામ, કનુ ભાણા નાયકા પટેલ, રહે. અતુલ ફળિયા કલવાડા, તમામ વોન્ટેડ જાહેર કરાયા છે. લઘુમતી મોરચાનો પ્રમુખ કાર્યક્રમોમાં ભાગ લેતો વલસાડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સેગવાનો સુલેમાનની આ કેસમાં એસઓજી દ્વારા ધરપકડ કરાતા ભાજપના કાર્યકર તરીકે પાર્ટીના કાર્યક્રમોમાં જોવામાં આવે છે. ભાજપના પાર્ટી સ્તરે યોજાતા કાર્યક્રમમાં તેની હાજરી જોવા મળતી હતી. જેને લઇ પાર્ટીના નેતાઓ, કાર્યકરો સાથે સંપર્ક થતાં લઘુમતી સેલની કામગીરી માટે મોરચાના પ્રમુખની જવાબદારી તેને સોંપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડાંગના યુવાને 350 બહેનને મોકલ્યું ડિજિટલ શુકન:રક્ષાબંધન પર UPI દ્વારા વ્યક્ત કર્યો સ્નેહ
    Next Article
    ભાસ્કર વિશેષ:કચ્છ બોર્ડરે વલસાડની આચાર્યા અને બહેનોએ ભારતીય સરહદના વીર રક્ષકોને રક્ષાસૂત્ર બાંધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment