Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:લોકલ ટ્રાન્સ્પોર્ટમાં મેટ્રો કલ્ચરઃ ઇ-બસમાં હવે સ્માર્ટ કાર્ડ અપાશે,કંડક્ટર ~0ની ટિકિટ કાપશે

    11 hours ago

    શહેરમાં ઇ-બસ સેવાના સંચાલકોએ અગાઉ ટ્રાયલ એપ બનાવ્યા બાદ મુસાફરો માટે વડોદરા ગ્રીન મોબિલિટી એપ પ્લે સ્ટોર પર મૂકીને કાર્યરત કરી છે, જેને પગલે દિલ્હીની બસોની જેમ સ્માર્ટકાર્ડ જનરેટ થશે. જે ડિજિટલ અને હાર્ડકોપી બંને પૈકી જે અનુકૂળ આવે તેની મુસાફરો માટે વ્યવસ્થા કરાશે. તેના વડે જ મુસાફર મુસાફરી કરી શકશે. મુસાફરે એપ ડાઉનલોડ કરી ડિજિટલ પેમેન્ટ કરેલું હશે તો બસમાં માત્ર ડિજિટલ સ્માર્ટકાર્ડ જ કન્ડક્ટરને બતાવવાનું રહેશે. કન્ડક્ટર ક્યૂઆર કોડને સ્કેન કરીને આવા મુસાફરોને ઝીરો રૂપિયાની ટિકિટ આપશે. જેટલા રૂપિયાની ટિકિટ હશે તેટલા રૂપિયા બેલેન્સમાંથી જતા રહેશે. વિનાયક સેવા જેવા પાસ આ બસમાં નહીં હોય, સાથે 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એટલે વિનાયક બસ જેવો પાસની અપેક્ષા રાખનારાને નિરાશ થવાનો વારો આવશે. સ્માર્ટકાર્ડની હાર્ડ કોપી માટે મુસાફરોએ જનમહલનો ધક્કો ખાવો પડશે. મુસાફરોને બીજો ફાયદો એ થશે કે ‘વડોદરા ગ્રીન મોબિલિટી એપ’માં મુસાફરો પોતાની નજીકના બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં આવશે તે જોઈ શકશે. મુસાફરોને બસ સ્ટોપ પર લાંબો સમય રાહ જોવી નહીં પડે. આ બસ સેવામાં ચાર્જિંગ પર જે 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે તે પણ લાંબો સમય નહીં મળે. આ એપને વડોદરા પાલિકાની માય વડોદરા એપ સાથે સંકલિત કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવાં 3 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે, પહેલાં સયાજીપુરામાં ધમધમતું થશે પાલિકાએ ચાર્જિંગ સ્ટેશન માટેની જગ્યાઓ શોધી લીધી છે. વેસ્ટ ઝોનના ગોત્રી ખાતે હાલની જગ્યામાં 80 ચાર્જિંગ પોઇન્ટ મૂકાશે. સયાજીપુરામાં આ સંખ્યા 50ની હશે. સયાજીપુરાનો ડીપીઆર સબમિટ થઇ ગયો છે, તેથી તેનું કામ પહેલાં શરૂ થશે. હરણીમાં બ્રાઇટ સ્કૂલની સામેની જગ્યામાં 70 ચાર્જિંગ પોઇન્ટનું સ્ટેશન અને તરસાલી-જાંબુઆ હાઇવે બાયપાસ પર અંદરના ભાગે એક ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે. ચાર્જિંગ ફેસિલિટી 250 બસોની ગણતરીના આધારે ઊભી કરાશે. દિવાળી બાદ બધી જ બસોને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરાશે દિવાળી બાદ બધી જ બસોને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરશે. જેથી બસની અંદરના વ્યૂને પણ સીસીટીવી કેમેરા મારફતે એક્સેસ કરી શકાશે. જો બસમાં કોઇ ઘટના બને ત્યારે આ ફૂટેજ કામે લાગશે. > જતન બધેકા, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, ઇ-બસ સર્વિસ હવે શું ? સિટી બસ સ્ટોપ 103થી વધારીને 206 કરાશે હાલમાં સિટી બસ સ્ટોપ ક્યાં છે તે મુસાફરોને શોધવા જવું પડે છે. જોકે આગામી સમયમાં હાલનાં 103 સિટી બસ સ્ટોપ છે તેની સંખ્યા વધારીને 206 કરાશે. નવાં બસ સ્ટોપમાં પૂર્વમાં જાંબુકિયાપુરાથી માંડીને સમા-વેમાલી, આજવા, ભાયલી સહિતના પશ્ચિમના છેવાડાના વિસ્તારોને પણ બસ સેવા અંતર્ગત આવરી લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભેદી સંજોગોમાં ગુમ:લાશ્કરોએ પૂરમાં રેસ્ક્યૂ કરેલો શ્વાન ‘રેસ્ક્યૂ’ આખું ફાયર સ્ટેશન સાચવતો હતો
    Next Article
    નવસારીનું BAPSમંદિર 3,500 દીવાથી ઝળહળી ઉઠ્યું:દીપોત્સવમાં એક હજારથી વધુ ચોપડાનું પૂજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment