Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેદી સંજોગોમાં ગુમ:લાશ્કરોએ પૂરમાં રેસ્ક્યૂ કરેલો શ્વાન ‘રેસ્ક્યૂ’ આખું ફાયર સ્ટેશન સાચવતો હતો

    11 hours ago

    2023ના પૂર દરમિયાન સેવાસી કેનાલમાંથી ફાયરબ્રિગેડે બચાવેલો ડોબરમેન શ્વાન ‘રેસ્ક્યૂ’ 10 દિવસથી ભેદી રીતે ગુમ થયો છે. 23 કે 24 તારીખે વોશરૂમ ગયા બાદ તે પરત ન ફરતાં કોઈ ઉઠાવી ગયું હોવાની શંકા છે. વાસણા ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ કહ્યું કે, પૂર વખતે રેસ્ક્યૂ કરાયો હોવાથી તેનું નામ ‘રેસ્ક્યૂ’ રાખ્યું હતું. અઢી-ત્રણ વર્ષથી પરિવારજનની જેમ રહેતો આ શ્વાન ટ્રેઇન્ડ હતો. મોટો કૉલ આવતાં 2થી 3 ફાયર ફાઇટર સ્ટાફ સાથે રવાના થાય ત્યારે પરત ન આવે ત્યાં સુધી તે સ્ટેશનની ચોકી કરતો હતો. રોજ સાંજે નિયત જગ્યાએ શૌચક્રિયા માટે જતો રેસ્ક્યૂ 23 કે 24 તારીખથી પાછો ફર્યો નથી. ફાયર સ્ટાફ વિસ્તારો ખૂંદી વળ્યો છતાં ન મળ્યો, ચોરી થયાની શંકા ફાયર સ્ટાફે કહ્યું કે, વ્યક્તિગત સંપર્કો અને સોર્સીસ મારફતે આસપાસના વિસ્તારો ખૂંદી વળ્યા છતાં રેસ્ક્યૂનો પત્તો મળ્યો નથી. હાલ વાસણા અને આજુબાજુના વિસ્તારોમાં ડોબરમેન જેવી સારી બ્રીડના મોંઘા શ્વાનને ઉઠાવી જતી ટોળકી સક્રિય થઈ હોવાના 2-3 કિસ્સા બન્યા છે, જેથી કોઈ ચોરી ગયું હોવાની શક્યતાથી તેને શોધવા તજવીજ તેજ કરી છે. સાયરન વાગતાં એલર્ટ મોડમાં આવી જતો, ક્યારેય બાંધવો પડ્યો નથી ફાયર સ્ટેશનમાં જેવો ફાયર કૉલ આવે કે રેસ્ક્યૂ સાયરન વાગે તો તે તરત એલર્ટ થઈ જતો અને જવાનો સાથે દોડતો થઈ જતો હતો. તેને ક્યારેય સાંકળ કે પટ્ટાથી બાંધીને રાખવો પડ્યો નહોતો. પરિસરમાં ગંદકી ન થાય તે માટે તે રોજ સાંજે સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં જતો હતો.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટિવ:પાણીની બચતનો પ્રયોગ, દુમાડનું બસ સ્ટેન્ડ નવું બનાવી હવાથી પાણી બનાવતું મશીન મૂકાશે, પ્લાસ્ટિક વેસ્ટ આપનારને ચા-નાસ્તો કરાવાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:લોકલ ટ્રાન્સ્પોર્ટમાં મેટ્રો કલ્ચરઃ ઇ-બસમાં હવે સ્માર્ટ કાર્ડ અપાશે,કંડક્ટર ~0ની ટિકિટ કાપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment