Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટિવ:પાણીની બચતનો પ્રયોગ, દુમાડનું બસ સ્ટેન્ડ નવું બનાવી હવાથી પાણી બનાવતું મશીન મૂકાશે, પ્લાસ્ટિક વેસ્ટ આપનારને ચા-નાસ્તો કરાવાશે

    11 hours ago

    ચોમાસામાં વરસાદની ઘટ પડતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપવા શહેરની સંસ્થા દ્વારા દુમાડ ગામના જર્જરિત બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરાશે. સંસ્થા દ્વારા ત્યાં હવામાંથી પાણી બનાવતું આધુનિક ‘એર-ટુ-વોટર’ મશીન મૂકાશે. આ સુવિધાથી બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને પીવાનું પાણી નિઃશુલ્ક મળશે. ઉપરાંત બસ સ્ટેન્ડ ખાતે ‘આદાન-પ્રદાન કાફે’ શરૂ કરાશે, જ્યાં પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર મુસાફરોને ચા-નાસ્તો અપાશે. જાન્યુઆરી-2027 સુધીમાં સુવિધા વિકસાવવામાં આવશે. હાલ ‘એર-ટુ-વોટર’ મશીન દુમાડ પંચાયતના વેસ્ટ મેનેજમેન્ટ શેડ ખાતે મૂકાયું છે. આ મશીન વાતાવરણના ભેજમાંથી રોજેરોજ 100 લિટર પાણી મેળવે છે. આ પાણીનો ઉપયોગ સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીઓ પીવા માટે અને છોડવા માટે કરાય છે. આ મશીન વાર્ષિક 30 હજાર લિટર પાણી હવાના ભેજમાંથી બનાવે છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત અને કચરે સે આઝાદી ફાઉન્ડેશનના સંચાલક ડૉ. સુનિત ડબકેએ કહ્યું કે, નવરાત્રીમાં પણ ગરબા ગ્રાઉન્ડ પર આ મશીન મૂક્યું હતું. તેમાંથી મળતા પાણીનો ઉપયોગ મેદાન પર છંટકાવ કરવા અને કર્મચારીઓને પીવડાવવા કરાયો હતો. હાલ આ મશીન દુમાડ પંચાયત ખાતે મૂકાયું છે, જ્યાં પીવાના પાણીનો કોઈ સ્ત્રોત નહોતો. ત્યાં આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જાન્યુઆરી સુધીમાં બસ સ્ટેન્ડનું રિનોવેશન કરાશે સંસ્થા દ્વારા દુમાડનું જર્જરિત થયું બસ સ્ટેન્ડ 26 જાન્યુઆરી સુધીમાં નવું બનાવાશે. જ્યાં મશીનથી લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાશે. સંસ્થા દ્વારા આદાન-પ્રદાન કેફે શરૂ કરાશે. જ્યાં લોકો પ્લાસ્ટિક જમા કરાવશે તો તેની સામે તેમને નાસ્તો પણ કરાવવામાં આવશે. > સુનિત ડબકે, કચરે સે આઝાદી ફાઉન્ડેશન
    Click here to Read More
    Previous Article
    ટીમે પતિનો વહેમ દૂર કરતાં મામલો થાળે પડ્યો:કાળી ચૌદસે તમે મારા ઉપર મેલી વિદ્યા કરી છે,કહી પત્ની-પુત્રીઓ સાથે મારપીટ
    Next Article
    ભેદી સંજોગોમાં ગુમ:લાશ્કરોએ પૂરમાં રેસ્ક્યૂ કરેલો શ્વાન ‘રેસ્ક્યૂ’ આખું ફાયર સ્ટેશન સાચવતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment