Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેન્ડર મંજૂર:સનફાર્મા-ભાયલી બ્રિજ બાંધવામાં નડતી પાણીની લાઇનો શિફ્ટ થશે

    12 hours ago

    શહેરમાં સનફાર્મા રોડથી ભાયલી તરફ બનાવવામાં આવી રહેલા નવા બ્રિજના બાંધકામમાં નડતરરૂપ બનતી પાણીની બે મુખ્ય લાઇનોનું સ્થળાંતર કરવામાં આવશે. આ કામગીરી માટે 700 મિમી વ્યાસની એચએસ ફીડર નળિકા અને 500 મિમી વ્યાસની ડીઆઇ ડિસ્ટ્રિબ્યુશન નળિકાને શિફ્ટ કરાશે. આ કામગીરી માટે 33.04 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા સનફાર્મા રોડથી ભાયલી તરફ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજના પાયાના બાંધકામમાં પાણી પુરવઠા વિભાગની પાણી ડિસ્ટ્રિબ્યુશન નળિકા નડતરરૂપ બની રહી છે. આથી બ્રિજની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે બંને પાણીની લાઇનોનું સ્થળાંતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં કુલ બે એજન્સીઓએ ભાવપત્રકો રજૂ કર્યાં હતાં. જેમાં ભાવેશકુમાર આર. પંડ્યા એલ-1 એટલે કે સૌથી નીચો ભાવ રજૂ કરનાર કોન્ટ્રાક્ટર બન્યા હતા. જ્યારે બીજી એજન્સી રાજકોટવાલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે વધુ ભાવ રજૂ કર્યો હતો. ટેન્ડર પ્રક્રિયા બાદ બંને એજન્સીઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવની સરખામણી, બજારભાવને ધ્યાનમાં રાખીને ટેન્ડર સ્ક્રુટિની કમિટીએ ભાવેશકુમાર આર. પંડ્યાના ભાવને યોગ્ય ગણાવી મંજૂરીની ભલામણ કરી છે. આ કામનો ખર્ચ સ્વર્ણિમ ગ્રાન્ટ 2022-23 હેઠળના બજેટની જોગવાઈમાંથી કરાશે. ટેન્ડરના ભાવ જીએસટી સિવાયના હોવાથી પ્રવર્તમાન દર પ્રમાણે જીએસટીની રકમ અલગથી ચૂકવાશે. આ કામગીરી જયારે શરૂ થશે વિસ્તારની 50થી વધારે સોસાયટીના 2 હજાર નાગરીકોને હલાકી ભોગવી પડશે. 15 દિવસ કામગીરી ચાલે તેવી શકયતા છે. જોકે આ મુદ્દે પાલિકાના અધિકારીઓએ કોઇ પણ ટીપ્પણી કરી ના હતી. સરવે વિના બ્રિજની કામગીરી શરૂ કરી દેવાતાં આ સ્થિતિ બ્રિજની કામગીરી કરવાની હોય ત્યારે તે પહેલા સર્વે કરવાનો હોય છે જોકે તે કર્યા વગર બ્રિજનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો હતો. હવે બ્રિજ નીચેથી પસાર થથતી નળીકા શીફટ કરવાનો વારો આવ્યો છે. જેની પાછળ 33 લાખ ઉપરાંતનો ખર્ચો કરવામાં આવશે. પાલિકાના બ્રિજ સહિતના પ્રોજેકટ માટે અગાઉ સર્વે કરવાનો નિયમ હોય છે પણ તેનો અમલ થતો ના હોવાથી સામાન્ય લોકોના ટેકસના રૂપિયાનો વ્યય થાય છે. શહેરમાં આડેધડ પ્રોજેકટને મંજૂરી આપી દેવામાં આવે છે પણ સર્વેના નામે યોગ્ય અમલ થતો નથી.
    Click here to Read More
    Previous Article
    બિનનોંધાયેલા વેપારીથી ખરીદી પર ઈ-ઇન્વોઇસ બનાવવું પડશે:5 કરોડથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ માટે RCMનું ઈ-ઇન્વોઇસ ફરજિયાત
    Next Article
    પાણીની પળોજણ:કારેલીબાગની 12થી વધુ સોસાયટીઓ સહિત વિસ્તાર પાણીના લો પ્રેશરનો ભોગ, 40 ટકાથી વધુએ બોર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment