Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિનનોંધાયેલા વેપારીથી ખરીદી પર ઈ-ઇન્વોઇસ બનાવવું પડશે:5 કરોડથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ માટે RCMનું ઈ-ઇન્વોઇસ ફરજિયાત

    12 hours ago

    જીએસટી વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા અને શંકાસ્પદ બિલિંગ પર નિયંત્રણ લાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરાયો છે. 1 જાન્યુઆરી 2027થી રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ જનરેટ થતા સેલ્ફ-ઇન્વોઇસ માટે ઈ-ઇન્વોઇસિંગ ફરજિયાત બનશે. પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા નોંધાયેલા વેપારીઓ બિનનોંધાયેલા એટલે કે જીએસટી નંબર ન ધરાવતા વેપારી પાસેથી RCM લાગુ પડતી ખરીદી પર સેલ્ફ-ઇન્વોઇસનું ઈ-ઇન્વોઇસ જનરેટ કરવું પડશે. દરેક વ્યવહારને ડિજિટલ રેકોર્ડ હેઠળ લાવવા માટે આ વ્યવસ્થા અમલી બનાવાઈ છે. ઈ-ઇન્વોઇસિંગ લાગુ થવાથી મોટા કરદાતાઓ અને નાના બિનનોંધાયેલા સપ્લાયર્સ વચ્ચેના RCM વ્યવહારો વધુ પારદર્શક બનશે. સાથે જ નકલી કે શંકાસ્પદ ઇન્વોઇસ પર નિયંત્રણ આવશે અને સરકાર માટે જીએસટીના વ્યવહારોનું રિયલ ટાઇમ ટ્રેકિંગ સરળ બનશે. જે નોંધાયેલા વેપારીઓનું પાન આધારિત વાર્ષિક ટર્નઓવર નાણાકીય વર્ષ 2017-18 અથવા ત્યારપછીના કોઈપણ નાણાકીય વર્ષમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ થયું હોય તેમને આ નિયમ લાગુ પડશે. આવા વેપારીઓ બિનનોંધાયેલા સપ્લાયર પાસેથી RCM લાગુ પડતી વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરશે તો સેલ્ફ-ઇન્વોઇસ માટે ઈ-ઇન્વોઇસ બનાવવું પડશે. RCM હેઠળ આવતી સેવાઓની આયાતના વ્યવહારો પણ આ જોગવાઈમાં આવરી લેવાયા છે. 1 જાન્યુઆરી 2027 સુધીમાં પોતાના એકાઉન્ટિંગ સોફ્ટવેર અને ઈ-ઇન્વોઇસિંગની વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરી લેવા પડશે. આ વેપારીઓને મળશે મુક્તિ જે વેપારીઓએ ક્યારેય પાંચ કરોડ રૂપિયાની ટર્નઓવર મર્યાદા વટાવી નથી તેમને આ નિયમ લાગુ પડશે નહીં. આ ઉપરાંત બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA) અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) યુનિટ્સને પણ મુક્તિ આપવામાં આવી છે. બિનનોંધાયેલા સપ્લાયર સાથેના વ્યવહારમાં RCM લાગુ પડતો ન હોય અથવા નોંધાયેલા સપ્લાયર દ્વારા RCM હેઠળ જ ઇન્વોઇસ જારી કરવામાં આવતું હોય તેવા વ્યવહારોને પણ આ જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહીની નોટિસ આપીને સંતોષ માનતી પાલિકા:ગેરવાડી વંડીમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થયાને ત્રણ મહિના વીત્યા છતાં તંત્ર હજુ નિષ્ક્રિય
    Next Article
    ટેન્ડર મંજૂર:સનફાર્મા-ભાયલી બ્રિજ બાંધવામાં નડતી પાણીની લાઇનો શિફ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment