Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહીની નોટિસ આપીને સંતોષ માનતી પાલિકા:ગેરવાડી વંડીમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થયાને ત્રણ મહિના વીત્યા છતાં તંત્ર હજુ નિષ્ક્રિય

    12 hours ago

    ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા જર્જરીત મકાન કે દુકાનને સ્ટેબિલિટી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા માટે માલિકોને નોટિસ આપવામાં આવી છે. જો આપેલી મુદતમાં તે સર્ટિફિકેટ ન આપી શકે તો પાલિકા પાણી તેમજ ગટરનું કનેક્શન કાપશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ત્રણ મહિના પહેલા ગેરવાડી વંડીમાં થયેલી આ ઘટનામાં માત્ર નોટિસ આપ્યા બાદ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભુજ શહેરના ગેરવાડી વંડી વિસ્તારમાં આવેલું આશરે 70 વર્ષ જૂના એક મકાનની છત રાત્રે ધસી પડી હતી. સદનસીબે દુર્ઘટના સમયે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે, આ ઘટનાએ ભુજ પાલિકાની બેદરકારી ઉજાગર કરી છે. આસપાસના રહેવાસીઓએ આ બાબતે અગાઉ રજૂઆતો કરી હોવા છતાં, પાલિકા દ્વારા માત્ર નોટિસ ફટકારીને સંતોષ માનવામાં આવે છે. આ બાબતે બાંધકામ શાખાના એન્જિનિયર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે ઘટના બની તેના બીજા જ દિવસે મકાન માલિકને નોટિસ આપીને જર્જરીત માળખું ઉતારી લેવાનું કહ્યું છે. ત્યારબાદ માલિક પરિવાર ભાઈઓની મિલકત હોવાથી આંતરિક અસંકલનને કારણે કોઈ કાર્યવાહી થઈ ન હોય તેવું જાણવા મળે છે. પરંતુ વાસ્તવમાં તો નગરપાલિકાએ પેનલ્ટી કરીને અથવા તો પાર્ટીના ખર્ચે જોખમી બાંધકામ તોડી પાડવું જોઈએ. ધરતીકંપને કારણે ભુજમાં અનેક મિલકતો જર્જરિત છે. માત્ર નાના મકાનો કે દુકાન નહીં પરંતુ એપાર્ટમેન્ટ પણ જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો તેની સ્થિરતા ચકાસણી સર્ટિફિકેટ અપાઈ ન શકાય એટલી હદે અસુરક્ષિત છે. સુધરાઈ દ્વારા આ બધી મિલકતોને તપાસ કરીને વધારાના માળ કે જર્જરિત ભાગ ઉતારી પાડવા માટે કાર્યવાહી કરે તો ભવિષ્યમાં દુર્ઘટના બનતી અટકાવી શકાય. જોખમી ઈમારતો બાબતે કાગળ પરની કાર્યવાહી • જૂના મકાનોની જોખમી સ્થિતિ: ભુજનો જૂનો વિસ્તાર ભૂકંપ અને સમય જતાં જર્જરીત બન્યો છે, જ્યાં 50 થી 70 વર્ષ જૂના ઘણા મકાનો જોખમી સ્થિતિમાં છે. • કાગળ પરની નોટિસો: જીડીસીઆર અને પાલિકા એક્ટ મુજબ જાહેર સુરક્ષા માટે ભયજનક મકાનો ઉતારી લેવાની કે તોડી પાડવાની આખરી સત્તા અને જવાબદારી પાલિકાની છે. ચોમાસું આવે ત્યારે માત્ર દેખાવ પૂરતી નોટિસ અપાય છે અને વરસાદ પૂર્ણ થતાં ફાઈલો દબાઈ જાય છે. • વહીવટી આળસ: પાલિકા દરેક વોર્ડ દીઠ કર્મચારીઓ/વોર્ડરો માટે પગાર ચૂકવે છે, છતાં જોખમી ઇમારતો પર ધ્યાન અપાતું નથી, અને જવાબદારી એકબીજા પર ઢોળવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટિવ:ગુજરાતી નવું વર્ષ ‘આશરો’ લઈને આવશે, 6981 પરિવારનું ઘરનું સપનું સાકાર થશે
    Next Article
    બિનનોંધાયેલા વેપારીથી ખરીદી પર ઈ-ઇન્વોઇસ બનાવવું પડશે:5 કરોડથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ માટે RCMનું ઈ-ઇન્વોઇસ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment