Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટિવ:ગુજરાતી નવું વર્ષ ‘આશરો’ લઈને આવશે, 6981 પરિવારનું ઘરનું સપનું સાકાર થશે

    13 hours ago

    રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 103 આવાસ યોજના બનાવી છે, ત્યારે શહેરમાં અલગ અલગ હેતુ માટે બનાવાયેલી ટાઉનશિપમાં 6981 આવાસ ખાલી પડ્યા છે. અત્યાર સુધીમાં કોર્પો.એ 37551 આવાસ બનાવ્યા છે, ત્યારે નવા આવાસના ટાર્ગેટ વચ્ચે હાલના જર્જરિત સહિતના આવાસોની તત્કાલ ફાળવણી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતી નવું વર્ષ 6981 પરિવાર માટે આશરોલઈને આવશે. શહેરમાં બની ગયેલ હોય અને ફાળવણી બાકી હોય તેવી આવાસ યોજનાઓ, પીએમ અને સીએમ યોજના, બીએસયુપી, સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત કુલ 33 ટાઉનશિપમાં 3039 ક્વાર્ટરની સોંપણી બાકી છે. અન્ટેનેબલ 1538 પૈકી 134 આવાસનો ડ્રો કરાયો છે અને 550નો તુરંત ડ્રો કરાશે. બાકી રહેતા 854 આવાસનો ડોક્યુમેન્ટ માટે કેમ્પ કરવામાં આવે છે. જ્યારે 1080 આવાસના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. 59 લાભાર્થી વેઈટિંગમાં છે, તો 224 આવાસ વેઇટિંગ યાદી ન હોય તથા 37 આવાસમાં રિનોવેશનની જરૂર છે. સફાઈ કામદારોના 138 આવાસ પણ ખાલી પડ્યા છે. મહાપાલિકાની આવાસ યોજના વિભાગના રેકર્ડ મુજબ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આવાસોની ફાળવણી હજુ બાકી છે. જેમાં એફોર્ડેબલ આવાસ યોજનાની બે ટાઉનશિપમાં જ 1538 મકાન ખાલી છે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની એલઆઈજી, એમઆઈજી તથા ઇડબ્લ્યુએસ સહિતની અન્ય યોજનાઓમાં વધુ 1080 આવાસ ખાલી હોવાનું સામે આવ્યું છે. ભગવતીપરા મેઈન રોડ પર શહીદ રાજગુરુ ટાઉનશિપ (સ્માર્ટઘર-6)માં કુલ 1538 આવાસ પૈકી 1404 આવાસ ખાલી પડ્યા છે. જ્યારે સોરઠિયાવાડી સર્કલ પાસે 80 ફૂટ રોડ પરની વીર તાત્યા ટોપે ટાઉનશિપમાં કુલ 528 આવાસ પૈકી 134 આવાસ ખાલી રહ્યા છે. આ ખાલી આવાસોના ડ્રો અને ફાળવણીની કાર્યવાહી લાંબા સમયથી ચાલે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અન્ય શ્રેણીઓમાં પણ મોટી સંખ્યામાં મકાનો ખાલી છે. જેમાં એલઆઈજી યોજનામાં 6 આવાસ, એમઆઇજી યોજનાના વિવિધ સ્થળોએ કુલ 17 આવાસ તથા ઈડબ્લ્યુએસ યોજનામાં 1057 આવાસ ખાલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આમ આ ત્રણેય શ્રેણીમાં કુલ 1080 આવાસની ફાળવણી બાકી છે. અમુક જગ્યાએ ડ્રો યોજવાનો બાકી છે, તો ક્યાંક લાભાર્થીઓની પસંદગી તથા અન્ય વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી રહી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગીય પરિવારોને સસ્તા દરે આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ સમયે લાભ મળતા નથી. જંગલેશ્વર, લલૂડી વોંકળી, ભગવતીપરા સહિતના સ્લમ વિસ્તારના લોકો માટે 854 લાભાર્થીના ડોક્યુમેન્ટની ચકાસણી ચાલી રહી છે. PPP ધોરણે અને નવા 12152 આવાસનો DPR તૈયાર હાલ મહાનગરપાલિકા દ્વારા હિંગળાજનગરમાં અને મણિયાર ક્વાર્ટર રિ-ડેવલપમેન્ટમાં નવા આવાસ બનાવવાનું ચાલે છે. રિ-ડેવલપમેન્ટનું કામ નવેમ્બર અંત સુધીમાં પૂર્ણ થયે કોર્પોરેશનને 76 આવાસ પ્રીમિયમ તરીકે મળવાના છે. પીએમ યોજના હેઠળ કોર્પોરેશનને 30 હજાર આવાસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 17828 આવાસનો ડીપીઆર સરકારમાં રજૂ કરાયો છે. બાકી રહેતો 12152 આવાસનો ડીપીઆર ડિસેમ્બરના અંત સુધીમાં સરકારમાં મૂકવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગામડાંમાં ઉનાળામાં પાણીની સમસ્યા ન રહે તે માટે આગોતરું આયોજન:નૂતન વર્ષમાં રાજકોટ, કોટડાસાંગાણી અને જસદણના 41 ગામને સૌની યોજનાના પાણીનો લાભ આપવાની તૈયારી
    Next Article
    જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહીની નોટિસ આપીને સંતોષ માનતી પાલિકા:ગેરવાડી વંડીમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થયાને ત્રણ મહિના વીત્યા છતાં તંત્ર હજુ નિષ્ક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment