Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની પળોજણ:કારેલીબાગની 12થી વધુ સોસાયટીઓ સહિત વિસ્તાર પાણીના લો પ્રેશરનો ભોગ, 40 ટકાથી વધુએ બોર કર્યા

    12 hours ago

    કારેલીબાગના રહીશોને પાણીની સમસ્યા છેલ્લા બે વર્ષથી માથાના દુઃખાવા જેવી બની રહી છે. નળમાં પાણી આવે ત્યારે સતત ધીમી ધારે વહેતું પાણી કારેલીબાગના રહીશોને અકળાવે છે. કેટલાક ઘરોમાં તો પાણી આવતું જ નથી. જુલીપાર્ક, દીપિકા સોસાયટી, શ્રીપાદનગર અને અંબાલાલપાર્ક સહિતની 12થી વધુ સોસાયટીઓ છે જેમાં પાણીનું લો પ્રેશર લોકોના પ્રેશર વધારી મૂકે છે. આ જ સમસ્યાના ઉકેલ માટે છેલ્લા એકાદ વર્ષમાં આ વિસ્તારની સોસાયટીના લોકોએ ભેગા થઇને પાલિકાના પરિસરમાં જઇને માટલા પણ ફોડ્યા છે હતા ત્યારે એકાદ સોસાયટીમાં પાણીની નવી લાઇન નાંખવામાં આવી હતી. શ્રીપાદનગર અને અક્ષતા સોસાયટીમાં મે મહિનાથી આ સમસ્યા વકરી છે. અમીતનગરમાં આ સમસ્યા બારમાસી છે. આ ઉપરાંત ગુલમર્ગ, બોમ્બે પાર્ક અને દીપિકા સોસાયટીમાં પણ ઓછા પ્રેશરથી સંખ્યાબંધ મકાનોમાં ધીમી ધારે પાણી આવે છે. કોઇકવાર તો કસમયે પાણી આવતાં લોકો મુંઝાઇ જાય છે. કારેલીબાગની સોસાયટીઓમાં રહેતા 40 ટકા લોકોએ બોર કરાવ્યા છે. કારણ કે, પાણીની ટાંકીના કમાન્ડ એરિયામાં હોવા છતાં આ વિસ્તારની સોસાયટીઓમાં પાણીની સમસ્યા બારેમાસ હોય છે. કેટલાક કિસ્સામાં રાત્રે પાણી આવે છે. લોકોના જણાવ્યા મુજબ સ્થાનિક નેતાઓને રજૂઆત કરીએ છીએ પણ તેઓ આ રજૂઆતોને પ્રેશર ગણતા જ નથી, ઉકેલ આવતો નથી. ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ પાણીની ટાંકીની ક્ષમતા 18 લાખ લીટરની છે. પણ તેની આસપાસના વિસ્તારમાં જ પાણી ધીમું આવે છે. પાણી સમયે અને પૂરતું મળે તે માટે બોર કરાવ્યા પણ ટીડીએસ ઊંચા હોવાથી ખારું પાણી આવે છે પાલિકા પાણીમાં માટે કરોડો રૂપિયા ખર્ચે છે પણ કારેલીબાગમાં પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે. તેના ઉકેલ તરીકે લોકોએ નાછૂટકે પોતાના ઘરે પાણીના બોર કરાવ્યાં છે. પણ તે પાણીમાં ટીડીએસ ઊંચા હોવાથી પીવાલાયક હોતું નથી. પીવાના પાણી માટેનો સોર્સ પાલિકાનું પાણી જ હોય છે. જે ઓછું આવે છે. કારેલીબાગ ટાંકીના કમાન્ડમાં આવતી અમીતનગર જેવી સોસાયટીઓના રહીશોની ફરિયાદ એ છે કે, પાણીના સમયે ચાવીવાળો અહીં છેલ્લો આવે છે અને પાણી બંધ કરવાનું હોય ત્યારે તે અહીંથી જ શરૂઆત કરે છે. જેથી પાણીનો સમય અમારી સોસાયટી માટે ખૂબ ઓછો થઇ જાય છે. ઉનાળામાં તો વારંવાર અને શિયાળામાં પણ પાણીનાં ટેન્કરો મગાવવાં પડી રહ્યાં છે સામાન્યત- એક કલાક પાણી અપાય તેવી વ્યવસ્થા હોય છે. પણ અમારી સોસાયટીમાં 45 મિનિટ જ પાણી આવે છે. તેથી ઉનાળામાં તો વારંવાર અને હમણા પણ પાણીની ટેન્કરો મંગાવવી પડે છે.» પારુલબેન પટેલ, અમિતનગર પાણી અપૂરતું આવવાને લીધે બહારથી પાણીના ટેન્કર મંગાવવા પડે છે પણ હવે તો ભાવ પણ બમણા થઈ ગયા છે. આ ઉપરાંત દિવાળી જેવા તહેવારટાણે રૂ 100 વધારાના પણ વસૂલવામાં આવે છે.» કિંજલબેન અમીન, અમિતનગર અમારી સોસાયટીમાં પાણી ટાંકીમાં ધીમા ફોર્સથી પડે છે પણ દિવસમાં બે વાર પહેલા માળે પાણી ચઢાવવું પડતું હોવાથી લાઇટબિલ વધુ આવે છે. લોકડાઉન બાદ આ સ્થિતિ છે.» દિપાલી પટેલ, ભવાની સોસાયટી આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી આવતા પાણીનું ગ્રહણ જેવું છે. અનેક રજૂઆતો કરી છે પણ ઉકેલ આવતો નથી. આ સમસ્યાના મૂળમાં જો પાલિકા જઇને કામગીરી કરે તો જ ઉકેલ આવી શકે એમ છે.» બ્રિજેશ આચાર્ય, શ્રીપાદનગર કોવિડ અગાઉના વર્ષોમાં અમારી સોસાયટીમાં પાણી છેક પહેલા માળે આવતું હતું. પણ ત્યાર બાદના વર્ષોથી હવે ભોંયતળિયે પણ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઓછા પ્રેશરથી આવે છે. હવે ઉપર ચઢાવવું પડે છે.» દીપક શાહ, ભવાની સોસાયટી શ્રીપાદનગરના 20થી 30 ટકા ઘરોમાં પાણીની મોટી સમસ્યા છે. નળથી પાણી આવવાનો સમય સવારે 7થી 8 વાગ્યાનો છે પણ કોઇવાર રાત્રે પણ આવી જાય છે. જો ઘરે કોઈ ન હોય તો મુશ્કેલી પડે છે.» ચિરાગ મોદી, શ્રીપાદનગર અંબાલાલપાર્કમાં 105 જેટલા મકાનોમાં લોકો રહે છે. અહીં 4થી 6 મહિનાથી પાણી 45 મિનિટની આસપાસ જ આવે છે. ઓછા પ્રેશરથી આવતું હોવાથી અપૂરતું થાય છે. પાણીના ટેન્કરો મંગાવવા પડે છે.» રાજેશ જોશી, અંબાલાલપાર્ક પાણીની સમસ્યા જૂનાં-નવાં મકાનો, આરસીસી રોડ સહિતના વિવિધ કારણોથી સર્જાઇ છે કારેલીબાગમાં કેટલીક સોસાયટીઓએ પાણીની અને ગટરની લાઇનો બદલાવી નથી કે આરસીસી રોડ બનાવ્યા બાદ ફરી નાંખવી હોય તો રોડ તોડવા પડે તેમ છે. કેટલીક સોસાયટીઓમાં નવા બંગલા બન્યાં છે જેમણે લાઇન નવી નંખાવી છે. જૂના મકાનોની લાઇનો જૂની છે, ત્યાં પ્રેશર ઓછું આવે છે. સોસાયટીઓમાં પાણી વધુ લેવા મોટર મૂકવાને કારણે પણ વોટરલોસ વધ્યો છે.» આદિત્ય પટેલ, કાઉન્સિલર, વોર્ડ નં. 7
    Click here to Read More
    Previous Article
    ટેન્ડર મંજૂર:સનફાર્મા-ભાયલી બ્રિજ બાંધવામાં નડતી પાણીની લાઇનો શિફ્ટ થશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:વડોદરાના 67% વડીલોમાં ઓનલાઇન આરોગ્યની માહિતી ચકાસવાની ક્ષમતા ઓછી,ફ્રોડનો પણ ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment