Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:વડોદરાના 67% વડીલોમાં ઓનલાઇન આરોગ્યની માહિતી ચકાસવાની ક્ષમતા ઓછી,ફ્રોડનો પણ ભય

    12 hours ago

    મોબાઇલ અને ઇન્ટરનેટના વધતા વ્યાપ વચ્ચે વડોદરાના વડીલો માટે ડિજિટલ માધ્યમ આરોગ્યની માહિતી મેળવવાનું સાધન બન્યું છે, પરંતુ તેની વિશ્વસનીયતા સમજવી તે હજુ પણ મોટો પડકાર છે. મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સીસના અભ્યાસ અનુસાર, 60થી 75 વર્ષની વયના આશરે 67 ટકા વડીલોમાં ‘ઈ-હેલ્થ લિટરસી’ એટલે કે ઓનલાઇન આરોગ્ય માહિતી શોધવા, સમજવા અને ચકાસવાની ક્ષમતા ઓછી છે. આ સર્વેમાં સામેલ 75 ટકા વડીલોને કોઈ ને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોવાનું જણાવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ એક્સ્ટેન્શન એન્ડ કમ્યૂનિકેશનના પ્રોફેસર અવની મણિયારના માર્ગદર્શન હેઠળ સંશોધક ધરા પટેલે ‘વડોદરાના સિનિયર સિટિઝન્સ દ્વારા આરોગ્ય હેતુ માટે ડિજિટલ મીડિયાનો ઉપયોગ’ વિષય પર સંશોધન કર્યું હતું. આ અભ્યાસમાં 380 વડીલોનો સર્વે કરાયો હતો, જ્યારે 20 વડીલોના વિસ્તૃત ઇન્ટરવ્યૂ લઈને તેમના અનુભવો નોંધવામાં આવ્યા હતા. સંશોધન મુજબ, 51 ટકા વડીલોમાં આરોગ્ય માટે ડિજિટલ મીડિયાનો ઉપયોગ ઓછા સ્તરે અને 49 ટકામાં મધ્યમ સ્તરે જોવા મળ્યો હતો. વધુ ઈ-હેલ્થ લિટરસી ધરાવતા વડીલો ડિજિટલ માધ્યમનો સક્રિય ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણ અને આવકના સ્તર મુજબ પણ વપરાશમાં તફાવત જોવા મળ્યો હતો. ઓનલાઇન છેતરપિંડી અને OTP દુરુપયોગ અંગે વડીલોમાં ચિંતા, 200 વડીલો માટે વર્કશોપ યોજાઈ અભ્યાસ દરમિયાન વડીલોએ સાયબર ફ્રોડ, OTPનો દુરુપયોગ, હેકિંગ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાક વડીલોએ સલામત ઉપયોગ અને વિશ્વસનીય આરોગ્ય માહિતી ઓળખવા માટે તાલીમની જરૂરિયાત પણ જણાવી હતી. આ તારણોના આધારે સંશોધક દ્વારા 200 વડીલો માટે વર્કશોપ યોજાઈ હતી. તેમાં સાઇબર છેતરપિંડીથી બચવાની સમજ, મોબાઇલ હેલ્થ એપનો ઉપયોગ અને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપી વડીલોને જાતે એપ ઓપરેટ કરવાની તાલીમ અપાઈ હતી. વડીલોને ડિજિટલ માધ્યમમાં આ રીતે મદદરૂપ બનો
    Click here to Read More
    Previous Article
    પાણીની પળોજણ:કારેલીબાગની 12થી વધુ સોસાયટીઓ સહિત વિસ્તાર પાણીના લો પ્રેશરનો ભોગ, 40 ટકાથી વધુએ બોર કર્યા
    Next Article
    ટીમે પતિનો વહેમ દૂર કરતાં મામલો થાળે પડ્યો:કાળી ચૌદસે તમે મારા ઉપર મેલી વિદ્યા કરી છે,કહી પત્ની-પુત્રીઓ સાથે મારપીટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment