Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટિવ:પિતાની રોજી છીનવાઈ તો દીકરી બની પરિવારનો સહારો,‎ ભણતરની સાથે કમ્યૂટર શીખી પગભર બનવાની દોટ

    7 hours ago

    પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય અને ઉપરથી અચાનક ઘરના મોભીની રોજીરોટી છીનવાઈ જાય ત્યારે પરિવારની જવાબદારી સમજતી દીકરીઓ ઘરની પણ મુશ્કેલીઓ સામે લડવા મેદાને આવે છે. જેમાં મોરબીના લીલાપર રોડ પર રહેતી 19 વર્ષીય ગોહેલ જવલબેન મુકેશભાઈની સંઘર્ષગાથા કંઈક આવી જ છે. પાંચ બહેનો અને એક ભાઈના પરિવારમાં પિતા સીરામિક કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં પેટે પાટા બાંધીને પુત્ર પુત્રી વચ્ચે કોઈ અંતર રાખ્યા વગર પિતા પાંચેય દીકરીઓને સારું શિક્ષણ અપાવી રહ્યા હતા. પરંતુ થોડા મહિના પહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિને ગેસની કનેક્ટિવિટી ખોરવતા સીરામિક ઉદ્યોગ બંધ થયા બાદ પણ મંદીની ઘેરી અસરથી તેમના આવકનો સ્ત્રોત ભાંગી પડ્યો હતો. આવા કપરા સંજોગોમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતાએ ઘરે જ ઘૂઘરા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. બપોરથી સાંજ સુધી ઘૂઘરા બનાવવામાં આવે છે, જેમાં માતા અને પાંચેય બહેનો પણ યથાશક્તિ મદદ કરે છે. તૈયાર ઘૂઘરાનું જાંબુડિયા તેમજ હાઈવે પરનાં સીરામિક કારખાનાંમાં વેચાણ કરવામાં આવે છે. એક તરફ પિતા પરિવાર માટે સતત મહેનત કરી રહ્યા હતા, ત્યારે તેમની મુશ્કેલીને સમજી 19 વર્ષની જવલબેને પણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનું નક્કી કર્યું. હાલમાં કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરી રહેલી જવલબેને ભણતરની સાથે કમ્પ્યુટર કૌશલ્ય મેળવવાનો માર્ગ પસંદ કર્યો. માત્ર દોઢ મહિનામાં CCC (ટ્રિપલ સી) કમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરી હવે નોકરી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. જેથી અભ્યાસ ચાલુ રાખવાની સાથે પરિવારની આવકમાં પણ પોતાનું યોગદાન આપી શકે. સંસ્થાની મદદથી કોર્સ વિનામૂલ્યે પૂર્ણ કરી શકી જવલબેને જણાવ્યું હતું કે, પરિવારને મદદરૂપ થવા કોમ્યુટરનો એક ટ્રિપલ સીનો કોર્ષ શીખવાનું નક્કી કર્યું હતું. પણ પિતાનું મજૂરી કામ છૂટી ગયું હતું. એટલે મારી પાસે એટલી આર્થિક ક્ષમતા ન હતી કે, આ કોર્સ જે અન્ય જગ્યાએ ધંધાદારી ચાલે છે ત્યાં તગડી ફી ભરી શીખી શકું, દરમિયાન મને ખબર પડી કે,ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના સ્થાપક પ્રમુખ શોભનાબા ઝાલાના આર્થિક સહયોગથી વિનામૂલ્યે આ કોર્ષ શીખવાડવામાં આવે છે. આથી તરત જ મેં સંસ્થાનો સંપર્ક સાધીને કોમ્યુટર ક્લાસમાં જોઈન થઈ ગઈ અને સમયમર્યાદા એટલે દોઢ માસમાં જ હિનાબેનના માર્ગદર્શન જવલબેન નિઃશુલ્ક CCC કોર્સ શીખી ગયા હતા. પિતાને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી શરૂ કરેલી આ કૌશલ્યયાત્રા હવે નોકરી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી:ટ્રાફિક નિયમન માટે શહેરના‎ અલગ- અલગ વિસ્તારમાં રૂટ વનવે જાહેર
    Next Article
    જામીન મળ્યા બાદ ધનતેરસના દિવસે વિભાગે કર્યો બહાલીનો નિર્ણય:અપહરણ અને ખંડણીના આરોપી ક્રાઈમ બ્રાન્ચના 9 પોલીસકર્મી બહાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment