Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:ટ્રાફિક નિયમન માટે શહેરના‎ અલગ- અલગ વિસ્તારમાં રૂટ વનવે જાહેર

    7 hours ago

    હાલ દિવાળી પર્વેને પગલે શહેરમાં વાહનોની અવર જવર વધી જતા ટ્રાફિક જામની ફરિયાદ વધી છે. આ ઉપરાંત મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ત્યારે આ ફરિયાદ ને ધ્યાને લઇ તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા અલગ- અલગ મુખ્ય રૂટને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે. આ ઉપરાંત લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો માટે શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે. ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલ થી અવની ચોકડીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે. આ જાહેરનામું 07/11/2026 થી 07/02/2027 સુધી સવારના 07 થી 10 સુધી અમલમાં રહેશે. પર્વમાં દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા વધતા તંત્ર એકશન મોડમાં મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પર્વને અનુલક્ષીને વાહનોની અવરજવર વધતાં ચોકે ચોકે ટ્રાફિક જામ થઇ જતાં તંત્રએ એક્શન મોડમાં આવવું પડ્યું છે અને દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર સવારના 08 કલાકથી રાત્રીના 10 કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કાઉન્સેલિંગ:પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલી માનસિક અસ્વસ્થ મહિલાનું પર્વ 181 અભયમે સુધાર્યું
    Next Article
    મંડે પોઝિટિવ:પિતાની રોજી છીનવાઈ તો દીકરી બની પરિવારનો સહારો,‎ ભણતરની સાથે કમ્યૂટર શીખી પગભર બનવાની દોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment