Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્ધવની પાર્ટી તૂટી, રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં ગાળો આપી:9માંથી 6 સાંસદો બળવાખોર; લોકસભા સ્પીકરને પત્ર સુપરત કર્યો, શિંદે જૂથમાં જોડાવાની અટકળો

    3 days ago

    મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના 9માંથી 6 સાંસદોએ બળવો કર્યો છે. સૂત્રો અનુસાર, છ સાંસદોએ શિંદે જૂથની શિવસેનામાં વિલય માટે બુધવારે સવારે 9:30 વાગ્યે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર મોકલ્યો છે. સૂત્રો અનુસાર, પત્ર મોકલનારા સાંસદોમાં નાગેશ પાટીલ આષ્ટિકર અને સંજય દીના પાટીલના નામનો સમાવેશ થાય છે. સંજય દીના પાટીલે પાર્ટી છોડવાની અટકળોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું- હું ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સાંસદ છું અને આ જ પાર્ટીમાં રહીશ. આ તરફ, શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બળવાખોર સાંસદોને ગાળો આપી. રાઉતે ગાળો આપતા કહ્યું- આ બેઈમાન લોકો છે. બેઈમાની તેમના લોહીમાં છે. બાદમાં મીડિયાને તેમણે કહ્યું- મરાઠીમાં આવા શબ્દો સામાન્ય બોલચાલનો ભાગ છે. ઉદ્ધવ સાંસદોને મનાવવામાં વ્યસ્ત, 18 જૂને દિલ્હીમાં બેઠક બોલાવી ઉદ્ધવ અને અન્ય પાર્ટીના નેતાઓ તેમના સાંસદો સાથે સતત સંપર્ક કરવાનો અને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. પાર્ટીએ ગુરુવારે દિલ્હીમાં સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પાર્ટીએ તમામ સાંસદોને વ્હીપ જારી કરીને બેઠકમાં ફરજિયાતપણે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. જે સાંસદો બેઠકમાં હાજર નહીં રહે, પાર્ટી તેમની વિરુદ્ધ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરી શકે છે. ઉદ્ધવ જૂથમાં ભંગાણ સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયા-Aએ અફઘાનિસ્તાન-Aને 320 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રિયાંશ-કુશાગ્ર અને તિલકે ફિફ્ટી ફટકારી, વૈભવ 38 રન જ બનાવી શક્યો
    Next Article
    ગુજરાતના 12 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી:નવસારી શહેરમાં વરસાદી ઝાપટું, મુંબઈમાં ચોમાસાની દસ્તકને હજુ અઠવાડિયું લાગશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment