Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હકુભા જાડેજાએ વડીલો અને પ્રજ્ઞાચક્ષુઓ સાથે દિવાળી ઉજવી:જામનગરના વૃદ્ધાશ્રમ અને અંધજન તાલીમ કેન્દ્રની મુલાકાતે ગયા, મીઠાઈ વહેંચી અને શુભેચ્છા પાઠવી

    6 hours ago

    જામનગરમાં દિવાળીના પર્વ નિમિત્તે રાજ્યના પૂર્વ મંત્રી અને અગ્રણી નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ સેવા અને સ્નેહનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે પરિવારજનો સાથે વૃદ્ધાશ્રમના વડીલો અને અંધજન તાલીમ કેન્દ્રના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે સૌનું મોં મીઠું કરાવી, તેમની સાથે સમય વિતાવી તહેવારની ખુશીઓ વહેંચી હતી. વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હકુભા જાડેજા પરિવારજનો સાથે શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલી પંચવટી સોસાયટી સ્થિત 'જામ રણજીતસિંહ વૃદ્ધાશ્રમ' ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું મોં મીઠું કરાવ્યું હતું અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. આ ઉપરાંત વડીલો સાથે બેસીને તેમના સુખ-દુઃખની વાતો જાણી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અંધજન તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓનું સન્માન કર્યું દિવાળીની સાથે નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ હકુભા જાડેજાએ અંધજન તાલીમ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ સાથે ભાવસભર વિચારગોષ્ઠી કરી હતી. સૌનું મોં મીઠું કરાવી તેમનું સન્માન કર્યું હતું અને દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાતોમાં રવિરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમિતભાઈ ખાખરીયા પણ પરિવાર સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આગની બે ઘટનાઓ:સોખડા નજીકનાં બે કારખાનામાં ભીષણ આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા, 5 ફાઈટરો ઘટનાસ્થળે
    Next Article
    પાટડી વર્ણીન્દ્ર ધામમાં 1008 દીવાઓની ભવ્ય દીપમાળા સાથે દિપોત્સવની ઉજવણી:રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું મંદિર પરિસર, આતશબાજીએ ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment