Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ:ગ્લોબલ વોર્મિંગ સામે લડવા ‎દેશીકુળના 1008 વૃક્ષોનું ફેમિલી ફોરેસ્ટ‎

    1 week ago

    ​પાટણ તાલુકાના નોરતાના મહાકાળી પીપળવન ખાતે આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ દ્વારા વૈશ્વિક પરિવાર વનનો પ્રારંભ કરાયો છે.​જેમાં રુદ્રાક્ષ,ચંદન અને પારિજાત સહિત 201 દેશીકુળના ઔષધીય છોડનું રોપણ કરાયું હતું. પાટણના નોરતા ખાતે આવેલા ગુજરાતના સૌથી મોટા મહાકાળી પીપળવનમાં પર્યાવરણ જતન માટે એક અનોખો ભગીરથ પ્રયાસ શરૂ કરાયો છે. આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે લડવા ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ(વૈશ્વિક પરિવાર વન)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત અનેક પરિવારોએ પોતાના સભ્યોના નામે 1008 દેશી અને લુપ્ત થતા વૃક્ષો વાવી તેનો ઉછેરનો સંકલ્પ લીધો હતો.​આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિક પટેલે સમગ્ર પરિવારના નામે વૃક્ષો વાવીને તેને દત્તક લીધા હતા અને આગામી સમયમાં જિલ્લા પંચાયત દ્વારા વન નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો.આ સાથે સાથે જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યે પ્રકૃતિ એ જ પરમાત્માનો સંદેશ આપ્યો હતો. જ્યારે રોટરી ક્લબના પ્રમુખ ડો.પરિમલ જાનીએ આ અભિયાનમાં દેશભરના રોટેરિયન સભ્યોને જોડવાની જાહેરાત કરી હતી. ​પર્યાવરણવિદ નિલેશ રાજગોરે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના વૈશ્વિક પડકારોથી માનવજાતનું અને સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ કરવા દરેક પરિવાર આ વૈશ્વિક પરિવાર વનમાં જોડાય અને વધુને વધુ દેશીકુળના વૃક્ષો વાવી ઉછેરે તેમજ વધતા તાપમાન અને વાયુ પ્રદૂષણ વચ્ચે દેશીકુળના વૃક્ષો બચાવવા એ જ એકમાત્ર વિકલ્પ છે. પાટણથી શરૂ થયેલી આ ચળવળને વૈશ્વિક સ્તરે લઈ જઈને કરોડો વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે.જૈવ વિવિધતા જાળવવા પીપળો, વડ, ચંદન, કદમ,પા રિજાત, રુદ્રાક્ષ,સિંદ ૂર અને અર્જુન સાદડ જેવા 201દુર્લભ અને ઔષધીય છોડ વાવવામાં આવ્યા હતા.જે ટૂંક સમયમાં 1008 વૃક્ષો સાથે આદર્શ વન બનશે.આ પ્રસંગે કિરણ જાની,ચિરાગ સુખડિયા,ડો. ભરત વિધાણી સહિત પર્યાવરણપ્રેમીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહાપાલિકા આજે સ્વચ્છતા રેલી યોજશે‎:મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ લોકોને સહિયારા સાથથી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપશે
    Next Article
    ગંભીર સમસ્યા:પાટણના વાગોળપાડામાં 30 મિનિટમાં ‎માંડ 2 ડોલ ભરાય એટલું પાણી આવે છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment