Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર સમસ્યા:પાટણના વાગોળપાડામાં 30 મિનિટમાં ‎માંડ 2 ડોલ ભરાય એટલું પાણી આવે છે‎

    1 week ago

    પાટણ શહેરના વોર્ડ નં. 1 માં આવેલા વાગોળનો પાડો, મદારસા વિસ્તારના રહીશો છેલ્લા બે થી ત્રણ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે આખા મહોલ્લામાં પીવાનું પાણી અત્યંત ઓછા પ્રમાણમાં અને નહિવત ફોર્સથી આવી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મહોલ્લામાં માત્ર 15 થી 30 મિનિટ જ પાણી આપવામાં આવે છે, અને પાણીનો ફોર્સ એટલો બધો ધીમો છે કે આખી અડધી કલાકમાં માંડ બે ડોલ જેટલું જ પાણી ભરાય છે. પરિણામે, ગૃહિણીઓને ઘરની બહાર અન્ય જગ્યાએથી ડોલે-ડોલે પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે. ગત વર્ષે પણ આ જ સમસ્યા હોવાને કારણે નગરપાલિકા દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ નવીન કનેક્શન માટે વિસ્તારના દરેક મકાન માલિકો પાસેથી રૂ. 1500 થી 2000 સુધીનો જોડાણ ખર્ચ પણ વસૂલવામાં આવ્યો હતો. આમ છતાં, તંત્રની અણઆવડતના લીધે પાણીની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. સ્થાનિક રહીશો નિયમિત રીતે નગરપાલિકાનો ટેક્સ ભરપાઈ કરતા હોવા છતાં, તેમને પૂરતું પાણી મળતું નથી. વધુમાં,નવી પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલા રસ્તાઓ હજુ સુધી સરખા કરવામાં આવ્યા ન હોવાથી આખો રોડ તૂટી ગયો છે. રહીશોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી પાણીનો સમય વધારવા, ફોર્સ સુધારવા અને રોડ ત્વરિત બ્લોક ફિટ કરી રીપેર કરવા ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ:ગ્લોબલ વોર્મિંગ સામે લડવા ‎દેશીકુળના 1008 વૃક્ષોનું ફેમિલી ફોરેસ્ટ‎
    Next Article
    આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:અભ્યાસ છોડનારા 1,032 બાળકોના પુનઃ શાળા પ્રવેશ માટે વાલીઓ રાજી, 3,328 છાત્રોના વાલીઓને તંત્ર સમજાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment