Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:અભ્યાસ છોડનારા 1,032 બાળકોના પુનઃ શાળા પ્રવેશ માટે વાલીઓ રાજી, 3,328 છાત્રોના વાલીઓને તંત્ર સમજાવાશે

    1 week ago

    ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા વેકેશન દરમિયાન શિક્ષકો મારફતે સર્વે હાથ ધરી હજારો વાલીઓનો સંપર્ક કરી બાળકોની હાલની શૈક્ષણિક સ્થિતિ જાણી લેવામાં આવી છે. જેમાં 1,032 બાળકોને ફરી શાળામાં જોડવા માટે વાલીઓ સહમત થતા સકારાત્મક ચિત્ર સામે આવ્યું છે. ઉનાળુ વેકેશન બાદ આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે પાટણ જિલ્લાની 768 શાળાઓમાં ધોરણ 1થી 8 દરમિયાન અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા 6,820 વિદ્યાર્થીઓ અંગે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રને માહિતી આપી હતી. આ ડેટાને આધારે વેકેશન દરમિયાન શિક્ષકો મારફતે વિશેષ સર્વે હાથ ધરાયો હતો. સર્વે દરમિયાન તમામ વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી બાળકો હાલ ક્યાં અને કઈ સ્થિતિમાં અભ્યાસ કરે છે તેની વિગતો મેળવવામાં આવી હતી. જેમાં 509 બાળકો અન્ય શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 132 બાળકો પોતાની મૂળ શાળામાં જ નિયમિત અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 1,532 બાળકો પરિવાર સાથે સ્થળાંતર થયેલા હોવાનું પણ નોંધાયું છે. શિક્ષણ તંત્ર માટે રાહતની બાબત એ રહી કે 1,032 બાળકોને ફરી શાળામાં જોડવા માટે વાલીઓ સહમત થયા છે. જેના કારણે નવા શૈક્ષણિક સત્રમાં આ બાળકો ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે. જો કે, હજુ પણ 3,328 બાળકોના વાલીઓ પુનઃ પ્રવેશ માટે સહમત ન થતા શિક્ષણ તંત્ર વધુ સક્રિય બન્યું છે. આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે એસએમસી, શાળાના શિક્ષકો અને સીઆરસી કો-ઓર્ડિનેટરો દ્વારા ફરી વાલીઓનો સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમને ફરી શાળામાં લાવવા માટે સમજાવટ અને પ્રેરણાત્મક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. સ્થળાંતર થયેલા બાળકોની થશે ટ્રેકિંગ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયરામભાઈ જોશીએ જણાવ્યું હતું કે સ્થળાંતર થયેલા 1,532 બાળકો હાલ ક્યાં છે અને તેઓ અભ્યાસ સાથે જોડાયેલા છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો કોઈ બાળક અભ્યાસથી વંચિત હોવાનું સામે આવશે તો તેને પણ પુનઃ શિક્ષણ સાથે જોડવા પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગંભીર સમસ્યા:પાટણના વાગોળપાડામાં 30 મિનિટમાં ‎માંડ 2 ડોલ ભરાય એટલું પાણી આવે છે‎
    Next Article
    આગામી ચોમાસાને પગલે કંટ્રોલ રૂમ શરૂ:વેરાવળ બંદરે સંભવિત તોફાનોને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment