Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી ચોમાસાને પગલે કંટ્રોલ રૂમ શરૂ:વેરાવળ બંદરે સંભવિત તોફાનોને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું

    1 week ago

    વેરાવળ બંદરે આગમી ચોમાસાની સિઝનને પગલે સંભવિત દરિયાઈ આફતો, તોફાનો, વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે આધુનિક સંદેશા વ્યવહારના ઉપકરણો સાથે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સિગ્નલોની પણ તપાસણી કરી મરામત કરી દેવામાં આવી છે. વેરાવળના પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાના જણાવ્યા મુજબ આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને અહીં શરૂ કરેલા કન્ટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ કલોક સ્ટાફની ઉપસ્થિતિ રહેશે. અહી જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર વિભાગ, હવામાન વિભાગ અને બંદર વિભાગની સાથે સંકલનમાં રહી હવામાનમાં થતા ફેરફારો મુજબ બંદર પર જુદા જુદા નંબરના સિગ્નલો પ્રદર્શિત કરી સાગરખેડૂઓને સાવધ કરવામાં આવશે. કન્ટ્રોલ રૂમમાં ટેલીફોન ઉપરાંત શકિતશાળી વાયરલેસ સંદેશા વ્યવહાર સિસ્ટમ, પીઓસી ડીવાઈઝ, આરઓઆઈપી ડીવાઈઝ, તેમજ વીજળી ન હોય તો પણ સંદેશાવ્યવહાર ન અટકે એવા સાધનો ગોઠવવામાં આવ્યા છે.જેથી ખરાબ હવામાન, ભારે વરસાદ તેમજ સંભવિત વાવાઝોડા જેવી પરિસ્થિતિઓને પગલે સ્થાનિક માછીમારોને અવગત કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ બોર્ડ લગાવાશે‎ સામાન્ય રીતે બંદરની અગાશીએ સિગ્નલ લગાવવામાં આવતા હોય છે જેથી દરિયામાં શું પરિસ્થિતિ છે ? પવન કેટલી ઝડપે ફૂંકાઈ રહ્યો છે ? તેવી બાબતોનો ખ્યાલ આવે આ ઉપરાંત સ્થાનિક માછીમારો સરળ ભાષામાં સમજી શકે તે માટે બંદરની બહાર બોર્ડ પર ગુજરાતી ભાષામાં પણ સિગ્નલની જાણકારી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:અભ્યાસ છોડનારા 1,032 બાળકોના પુનઃ શાળા પ્રવેશ માટે વાલીઓ રાજી, 3,328 છાત્રોના વાલીઓને તંત્ર સમજાવાશે
    Next Article
    જાહેરનામું:શામળાજીના મેશ્વો ડેમ પરનો રસ્તો 16 ઓગસ્ટ સુધી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment