Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાપાલિકા આજે સ્વચ્છતા રેલી યોજશે‎:મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ લોકોને સહિયારા સાથથી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપશે

    1 week ago

    મોરબી ભલે આજે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ વિશ્વની ટોચે પહોંચી ગયું હોય પણ શરમજનક બાબત તો એ છે કે, આવા ઔદ્યોગિક રીતે સમૃદ્ધ અને એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી સૌથી વધુ ગંદુ શહેર બની ગયું છે. આ ગંદા શહેર તરીકેની ઓળખમાં તંત્રની સાથે લોકોની બેદરકારી પણ જવાબદાર છે. સ્વચ્છતા જાળવવામાં લોકો ક્યાંકને ક્યાંક નાગરિક ધર્મ ભૂલી ગયા હોવાથી આ બાબતે લોકોને જાગૃત કરવા શિક્ષિતોની એક મોટી ફોજ મેદાને પડી છે. શિક્ષિતોની ટીમ ક્લીનઅપ મોરબી ટીમ બનાવીને દર રવિવારે દરેક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવે છે. રવિવારે પણ સામાંકાંઠે શિક્ષિતોની ટીમે સવારથી જ બપોર સુધી આગ ઝરતી ગરમી વચ્ચે કલાકો સુધી પાવડા, તગારા, કોદાળી અને સાવરણા લઈને શ્રમદાન કર્યું હતું અને સઘન સફાઈ કરીને આ વિસ્તારને ચોખ્ખો ચણાંક કરી દીધો હતો. જો કે આ સ્થળ એટલે સર્કિટ હાઉસની આસપાસ બહુ જ ઓછી સફાઈ થાય છે. આથી અહીં રોડની વચ્ચે વૃક્ષોની મોટી જગ્યામાં મોટી માત્રામાં કચરો જમા થયો હોય આ ટીમને અહીંથી કચરો દૂર કરવામાં ભારે મહેનત કરવી પડી હતી. 5 સભ્યોથી શરૂ થયેલી ક્લીનઅપ મોરબીની ટીમ 1000 સભ્યોથી વધુ મજબૂત બની ગઈ છે અને લોકો આ ટીમમાં વધુને વધુ જોડાતા હોય આ ટીમના સફાઈ અભિયાનની અસરકારકતા જોઈને અને ખાસ તો શિક્ષિતો સ્વૈચ્છિક રીતે પોતાની જવાબદારી નિભાવતા હોય એ રીતે આગામી સમયમાં તંત્રના કોઈપણ યોગદાન વગર શહેર સ્વચ્છ થાય તો પોતાને નીચાજૉણા જેવી પરિસ્થિતિ સર્જાશે એવું લાગતા આજે તા. 8ને સોમવારે સવારે 8થી 9-30 કલાક સુધી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા કચેરીથી, ગાંધીચોક, રામચોક, સરદારબાગ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્લીનઅપ મોરબીની સમગ્ર ટીમ, મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાઈને મારો કચરો મારી જવાબદારી એટલે દરેક લોકોને માત્ર પોતાની ખાનગી મિલ્કત જ નહીં પણ જાહેર મિલ્કતને સ્વચ્છ રાખવાનો મેસેજ આપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા હાકલ કરશે.
    Click here to Read More
    Previous Article
    દોઢ મહિનાના ઉનાળુ વેકેશન બાદ:મોરબી જિલ્લામાં આજથી 582 સરકારી, 342 ખાનગી શાળામાં વિદ્યાર્થીઓનો કલરવ શરૂ
    Next Article
    પાટણ:ગ્લોબલ વોર્મિંગ સામે લડવા ‎દેશીકુળના 1008 વૃક્ષોનું ફેમિલી ફોરેસ્ટ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment