Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ મહિનાના ઉનાળુ વેકેશન બાદ:મોરબી જિલ્લામાં આજથી 582 સરકારી, 342 ખાનગી શાળામાં વિદ્યાર્થીઓનો કલરવ શરૂ

    1 week ago

    મોરબી સહિત રાજ્યભરમાં સરકારી ખાનગી સહિતની તમામ શાળાઓનું સૌથી મોટું એટલે ઉનાળુ વેકેશન આજથી પૂરું થઈ ગયું છે આજે ફરીથી સ્કૂલ ચલે હમનો નાદ ગુજશે. જો કે મીરબી જિલ્લાની 582 સરકારી શાળામાં 95,6,48 જેટલા વિદ્યાર્થીઓ અને 342 જેટલી ખાનગી શાળાઓમાં 43,6,79 જેટલા વિદ્યાર્થીઓ આજથી શિક્ષણ કાર્યમાં જોડાશે. આજથી શાળાઓ શરૂ થઈ એટલે બાળકો તો દોઢ મહિનાના લાંબા ગાળાના વેકેશનને મનભેર માણીને હળવાફૂલ હોય એટલે હવે શિક્ષણ કાર્ય શરૂ થતાં એમના પર ભણતરનો બોજ વધશે. રવિવારે પણ શહેરની તમામ સ્ટેશનરીની દુકાનોમાં સ્ટેશનરી લેવા તેમજ કપડાંની દુકાન કે શોરૂમે વાલીઓની ભારે દોડાદોડી થઈ પડી હતી. જો કે ખાનગી શાળામાં યુનિફોર્મ દર વર્ષે બદલતો રહેતો હોય છે અને સિલેબસમાં પણ ફેરફાર હોવાથી નવા પુસ્તકો, બુક, થેલા તેમજ સ્કૂલ યુનિફોર્મ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે ધસારો થયો હતો. ઘણા વાલીઓએ સ્ટેશનરી અને સ્કૂલ યુનિફોર્મમાં વધુ ભાવ પડાવતા હોવાની ફરિયાદ કરી હતી. મોરબી જિલ્લા વસ્તી ગણતરીની કામગીરીની બ્લોકની ફાળવણીમાં સરકારના પરિપત્રનો સ્થાનિક તંત્રએ અનાદર કરીને મનઘડંત રીતે શિક્ષકો ઉપર વસ્તી ગણતરીની કામગીરીનો બોજ ખડકી દીધો હોવાના આક્ષેપ સાથે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. શિક્ષકોમાં હજુ વસ્તી ગણતરીનો ભાર એટલો વધુ હોવાથી આક્રોશ શાંત થયો ન હોય ત્યારે આજે સોમવારથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે પરંતુ શિક્ષકો વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા છે. જિલ્લાના 100 ટકા એટલે શિક્ષકો વસ્તી ગણતરીનું કામ કરતા હોય એક મહિનો સુધી શાળામાં હાજર થઈ શકે એમ ન હોય શાળામાં શિક્ષકો વગર શિક્ષણ કાર્ય કેવી રીતે શરૂ થશે ? એ મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    ભલમનસાઇ:આપણે તેમને સારા કપડાં લઇ આપીએ તો કેવું? પુત્રના આ સવાલે પિતાનું હૃદય પીગળાવ્યું અને ગરીબ બાળકોને મળ્યા વૈભવી વસ્ત્રો
    Next Article
    મહાપાલિકા આજે સ્વચ્છતા રેલી યોજશે‎:મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ લોકોને સહિયારા સાથથી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment