Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભલમનસાઇ:આપણે તેમને સારા કપડાં લઇ આપીએ તો કેવું? પુત્રના આ સવાલે પિતાનું હૃદય પીગળાવ્યું અને ગરીબ બાળકોને મળ્યા વૈભવી વસ્ત્રો

    1 week ago

    મોરબીમાં એક વેપારીએ ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકોના મનગમતા અને એકદમ વૈભવી બ્રાન્ડેડ કપડા પહેરવાના સપનાને સાકાર કર્યું છે. આ પ્રેરણાદાયી કાર્યમાં તેમનો માસૂમ પુત્ર નિમિત્ત બન્યો છે. જેમાં મોરબીમાં રહેતા હર્ષભાઈ રંગપરિયાએ હમણા જ બ્રાન્ડેડ કપડાનો શો રૂમ શરૂ કર્યો હતો. તેની બાજુમાં દલવાડી ચોકડી પાસે આવેલી ઝૂંપટપટ્ટીના 25 જેટલા નાના મોટા ગરીબ બાળકો આ નવો જ શોરૂમ ખુલ્યો હોવાથી દરરોજ કપડા જોવા આવતા અને બહાર કાચમાંથી આ બાળકો શોરૂમ અંદર રહેલા બન્ડેડ કપડાં જોઈને નિરાશ થઈને પરત જતા હતા. કારણ કે, આ બાળકો અને એમના પરિવારની આર્થિક સ્થિતિ સાવ કંગાળ છે. એમને ખાવાનું પણ આસપાસના લોકો આપી જતા હોય ત્યારે તેમના માટે આવા કપડાં ખરીદવા એ એક સપનું જ હતું. દરમિયાન તેમનો માસૂમ પુત્ર પ્રેયાન શોરૂમે આવ્યો હતો. તેણે દુકાન બહાર ઉભેલા આ ગરીબ બાળકોને જોઈને બાળ સહજ ભાવે પિતાને પૂછ્યું કે, આ બધા અહીંયા કેમ ઉભા છે ? તો પિતાએ કહ્યું કે, એ બાળકો દુકાનની બહારથી કાચમાંથી કપડા જુએ છે. ફરી આ નાના બાળકે સવાલ કર્યો કે, એ બાળકોના કપડા આપણા જેવા કેમ સારા નથી ? અને એમના કપડા સાવ મેલા ઘેલા અને ફાટેલા કેમ છે. તેથી પિતાએ કહ્યું કે એ બાળકોની નવા કપડાં ખરીદી શકે એવી આર્થિક સ્થિતિ નથી. આથી એકદમ નાની ઉંમરે પણ એક સારા વ્યક્તિની જેમ તેમના પુત્રએ આપણે એમને કપડા લઈ દઈએ તો ? પુત્રની આવડી નાની ઉંમરે મોટી સમજણ અને ઉદારતા જોઈને પ્રભાવિત થયેલા પિતાએ તરત જ ચાલો આપણે એમને પણ કપડા લઈ.દઈએ એમ કહી 25 બાળકો શોરૂમમાં અંદર લઈ જઈ ગરીબ બાળકો હોય એટલે સામાન્ય કપડાં નહિ પણ એમનો પુત્ર પહેરે તેવા પણ મનગમતા કપડાં લઈને આ બાળકોને આપી સ્નાન કરાવીને પહેરાવ્યા હતા. હર્ષ રંગપરિયાએ જણાવ્યું હતું કે, આ સેવાકાર્ય માટે મને મારા નાની ઉંમરના પુત્રએ પ્રેરિત કર્યો હતો. જો કે એ ગરીબ બાળકો રોજ કપડાં જોતા પણ એમને સારા કપડાં પહેરવાનું નસીબ થશે કે નહીં એ વિચારોથી મનમાં મૂંઝાતા હશે. પણ મેં જ્યારે આ બાળકોએ એમને પસંદગીના સારા કપડાં ભેટમાં આપી પહેરાવ્યા ત્યારે એ બાળકોના અંતર મનની ખુશીએ જે ચહેરા પર છલકાઈ હતી. એ જોઈને હું ધન્ય થઈ ગયો હતો. આથી એ ક્ષણે મેં નક્કી કરી લીધું છે મને કે જે કંઈ નફો થશે એમાંથી અમુક હિસ્સો આવા વંચિત લોકોને ખુશીઓ આપવા માટે વાપરીશ. વંચિત પરિવારોના બાળકોને આધુનિક કપડાં મળતાં તેમના ચહેરા પરની ખુશી 22 કેરેટ સોનાના ચળકાટ કરતાં પણ વધારે કિંમતી હતી.
    Click here to Read More
    Previous Article
    પાણી વિના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા:સમુદ્રના કિનારે વસેલી દ્વારકા પાણીની વિકટ સમસ્યાથી ઘેરાઈ
    Next Article
    દોઢ મહિનાના ઉનાળુ વેકેશન બાદ:મોરબી જિલ્લામાં આજથી 582 સરકારી, 342 ખાનગી શાળામાં વિદ્યાર્થીઓનો કલરવ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment