Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી વિના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા:સમુદ્રના કિનારે વસેલી દ્વારકા પાણીની વિકટ સમસ્યાથી ઘેરાઈ

    1 week ago

    જગતપ્રસિદ્ધ યાત્રાધામ અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા શહેર છેલ્લા 12 દિવસથી ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યું છે. પીવાના પાણીનું નિયમિત વિતરણ સંપૂર્ણપણે બંધ થઈ જતાં નગરના હજારો રહેવાસીઓ રોજિંદા જીવનમાં ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિએ સામાન્ય જનજીવનને પ્રભાવિત કર્યું છે. દ્વારકાના વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા બાર દિવસથી પાણીની સપ્લાય ખોરવાઈ જતાં ઘરોમાં પીવાનું અને ઘરગથ્થુ ઉપયોગનું પાણી મેળવવું પણ મુશ્કેલ બન્યું છે અને ખાનગી ટેન્કરો મારફતે પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. ઉનાળાની રજાઓ અને પ્રવાસન સીઝનના કારણે દ્વારકામાં હાલ દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિત વચ્ચે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે પહોંચતા યાત્રિકોની સતત વધતી સંખ્યાને કારણે હોટલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ અને અન્ય રહેઠાણ વ્યવસ્થાઓ પર વધારાનો બોજ ઊભો થયો છે. પાણીની અછતના કારણે આ સંસ્થાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની સમસ્યાની સીધી અસર યાત્રાધામની પ્રતિષ્ઠા અને પ્રવાસન વ્યવસાય પર પડી રહી છે. સતત વધી રહેલી ગરમી વચ્ચે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકોની હાલાકી વધતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ અંગે લોકોની માંગ છે કે, પાણી પુરવઠામાં સર્જાયેલી ટેકનિકલ અથવા વહીવટી સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવી યુદ્ધના ધોરણે પાણી વિતરણ શરૂ કરવામાં આવે તો લોકોને રાહત મળી શકે. ચારેબાજુ દરિયાનું પાણી હોવા છતાં પીવાના મીઠા પાણી માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સમુદ્ર કિનારે વસેલી દ્વારકા આજે પાણીના એક ટીપા માટે તરસી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચોરોએ રસોડાની જાળી ઉખેડી અંજામ આપ્યો‎:માથાસુલીયા ગામમાં સરપંચના મકાનમાંથી 7.54 લાખની ચોરી
    Next Article
    ભલમનસાઇ:આપણે તેમને સારા કપડાં લઇ આપીએ તો કેવું? પુત્રના આ સવાલે પિતાનું હૃદય પીગળાવ્યું અને ગરીબ બાળકોને મળ્યા વૈભવી વસ્ત્રો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment