Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરોએ રસોડાની જાળી ઉખેડી અંજામ આપ્યો‎:માથાસુલીયા ગામમાં સરપંચના મકાનમાંથી 7.54 લાખની ચોરી

    1 week ago

    હિંમતનગરના માથાસુલીયાના સરપંચ સીતાબેન પરમારના મકાનમાં પાછળથી ચોરોએ ઘૂસી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂ. 7.54 લાખની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઇ જતાં ફરિયાદ નોંધાવતા ગાંભોઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. માથાસુલીયામાં ખેતીકામ કરતાં જગતસિંહ ભાથીસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ 5 જૂને રાત્રે આશરે 11 વાગ્યે સીતાબેન, બંને પુત્રવધૂઓ, નાનો પુત્ર જમ્યા પછી ઘરના આંગણામાં સૂઈ ગયા હતા અને જગતસિંહ બોર કૂવા પર સૂવા ગયા હતા. રાત્રિ દરમિયાન ઘર બંધ હોવાનો લાભ લઈ ચોરોએ મકાનના પાછળના ભાગે આવેલા રસોડાની લોખંડના સળિયાવાળી જાળી ઉખેડી ઘરમાં ઘૂસી પહેલા રૂમમાં મૂકેલી લોખંડની તિજોરીનું લોક તોડી તિજોરીમાં બંને પુત્રવધૂઓને કરિયાવરમાં મળેલા ઘરેણાં રાખેલા હતા તેની ચોરી કરી હતી. તસ્કરો રૂ. 2 લાખના સોનાના 2 લોકેટ, રૂ. 2 લાખના સોનાના 2 દોરા, 1.20 લાખની સોનાની 4 વીંટીઓ, રૂ.80હજારની સોનાની બુટ્ટીઓ, રૂ.1.30 લાખના ચાંદીના દાગીના હાઠો, છડા, કડલા તથા રૂ. 24હજાર રોકડ લઈ ગયા હતા. બીજા દિવસે સવારે આશરે 6 વાગ્યે પુત્રવધૂ ભારતીબાએ તિજોરી ખૂલ્લી જોઈ તથા ઘરનો સામાન વેરવિખેર જોતાં ભારતીબાએ જગતસિંહને ફોન કરીને ચોરીની જાણ કરી હતી. જગતસિંહ પરમારે ગાંભોઇ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:જાનમાં નાચવા મામલે બોલાચાલી પછી પરિવાર પર હિચકારો હુમલો
    Next Article
    પાણી વિના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા:સમુદ્રના કિનારે વસેલી દ્વારકા પાણીની વિકટ સમસ્યાથી ઘેરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment