Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ નારના 5 ખેલાડીઓની રગ્બી નેશનલ સ્પર્ધામાં પસંદગી:પ.પૂજ્ય શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને આચાર્યશ્રી દ્વારા ખેલાડીઓ તથા કોચને અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવ્યા

    18 hours ago

    આણંદ જિલ્લાના નાર સ્થિત ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ માટે ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે. શાળાના પાંચ પ્રતિભાશાળી રગ્બી ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની રગ્બી સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલા આ તમામ રગ્બી ખેલાડીઓ નવી દિલ્હી ખાતે યોજાનારી નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અંડર-14 અને અંડર-17 કેટેગરીમાં રાજ્યનું નામ રોશન કરશે ખેલાડીઓ નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓમાં દેવેશ દિનેશ ભુડિયા અને નેન્સી ભાવિક પટેલ (અંડર-17) તેમજ નુંગતિશતોઇબા, સુંદર શર્મા અને દરિયા રાજેશભાઈ વણકર (અંડર-14) નો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓએ અગાઉ જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની શ્રેષ્ઠ ખેલદિલી સાબિત કરી હતી. સતત તાલીમ અને શિસ્તના પરિણામે નેશનલ કક્ષાએ રમવાની તક પ્રાપ્ત થઈ ખેલાડીઓની સતત મહેનત, તાલીમ, કઠોર શિસ્ત અને રમત પ્રત્યેની સમર્પણ ભાવનાના પરિણામે તેમને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ હાંસલ થઈ છે. નેશનલ લેવલે પસંદગી પામીને ખેલાડીઓએ પોતાના પરિવાર સહિત શાળા અને સમગ્ર જિલ્લાનું નામ રમતગમત ક્ષેત્રે રોશન કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગોકુલધામ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂજ્ય શુકદેવપ્રસાદદાસજી સ્વામી, શાળાના આચાર્યશ્રી તથા ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓ અને કોચ પીન્કલ શીરોયાને અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. નવી દિલ્હી ખાતે તમામ ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:ગોલ્ડી ધિલ્લોન ગેંગે ઈન્ફ્લ્યુએન્સરને ગોળી મારીને પતાવી દીધો હતો, પરમિંદર કાકાની ધરપકડ
    Next Article
    ભરૂચ પાલિકાએ મિલકતવેરા બાકીદારોની 2 મિલકત સીલ કરી:5 વર્ષથી 50 હજારથી વધુનો વેરો બાકી હતો, સ્થળ પરથી 2 લાખથી વધુ વસૂલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment