Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મહિલા સાથે દુષ્કર્મ:લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ નિરાશ્રિત ગણાવી આશ્રમમાં મૂકી આવ્યો

    6 hours ago

    રાજકોટમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નરાધમે મહિલાને લગ્નનો ખોટો વાયદો આપી શરીર સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ નિરાશ્રિત ગણાવી આશ્રમમાં મૂકી આવ્યો હોવાની ઘટના બનતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટનાએ ચર્ચા જગાવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી મુકેશ સારદીયાએ મહિલાને લગ્ન કરશે તેવો ખોટો વાયદો અને વિશ્વાસ આપ્યો હતો. જે બાદ તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં શરીર સબંધ બાંધ્યા બાદ મહિલાને નિરાશ્રિત ગણાવીને આશ્રમમાં મૂકી આવ્યો હતો.આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, આરોપી રીક્ષાચાલક છે અને તે મહિલાને બસસ્ટેન્ડથી ઘરે મૂકવા ગયો હતો જે બાદ આ મહિલાની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. મહિલાના લગ્ન થયા બાદ તેના છુટાછેડા થઈ ગયા હતા. જેમને એક દીકરો પણ છે. રીક્ષા ચાલકે મહિલા સાથે લગ્ન કરવા હતા પરંતુ મહિલાને ખૂબ જ આંચકી આવતી હતી. જેની દવા પૂરી થઈ જતા આ શખ્સ મહિલાને ગોંડલ રોડ પરના એક આશ્રમમાં એમ કહીને મૂકી આવ્યો હતો કે આ મહિલાનું કોઈ નથી. જોકે બાદમાં સમગ્ર હકીકત આ મહિલા પાસેથી આશ્રમના સંચાલકોને જાણવા મળતા તેમના દ્વારા મહિલાને સાથે રાખી થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેથી પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથથી સાત સમંદર પાર ગુંજ્યો ‘જય સોમનાથ’નો નાદ:અમેરિકાના ભક્તો પણ ઓનલાઇન લક્ષ્મી મહાપૂજામાં જોડાયા, સોમનાથ ટ્રસ્ટની ડિજિટલ દીપાવલી પહેલને દેશ-વિદેશમાં પ્રતિસાદ
    Next Article
    'ખેલેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા':અમદાવાદ મ્યુનિ. શાળાના 5,000 વિદ્યાર્થીઓને મળશે પ્રોફેશનલ સ્પોર્ટ્સ ટ્રેનિંગ, AMCએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment