Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથથી સાત સમંદર પાર ગુંજ્યો ‘જય સોમનાથ’નો નાદ:અમેરિકાના ભક્તો પણ ઓનલાઇન લક્ષ્મી મહાપૂજામાં જોડાયા, સોમનાથ ટ્રસ્ટની ડિજિટલ દીપાવલી પહેલને દેશ-વિદેશમાં પ્રતિસાદ

    6 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આ વર્ષની દીપાવલીની ઉજવણી આધ્યાત્મિકતા અને આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાથે કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ માધ્યમથી આયોજિત ઓનલાઇન ગણેશ-લક્ષ્મી મહાપૂજામાં દેશનાં વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકાના વર્જિનિયા ખાતે વસતા ભક્ત પરિવારોએ પણ ભાગ લીધો હતો. સોમનાથથી શરૂ થયેલી આ ડિજિટલ ભક્તિની પહેલ સાત સમંદર પાર પહોંચતાં ‘જય સોમનાથ’નો નાદ વિદેશમાં પણ ગુંજ્યો હતો. 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ભક્તો જોડાયા શ્રી સોમનાથ ટ્રસ્ટની આ વિશેષ પહેલને દેશવ્યાપી પ્રતિસાદ મળ્યો હતો. ઓનલાઇન પૂજન માટે ભારતનાં 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી પણ ભક્ત પરિવારોએ નોંધણી કરાવી હતી. આમ, કુલ 26 ભૌગોલિક વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓએ ઓનલાઇન પૂજનમાં સહભાગી બની સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર સહિતના વિસ્તારોમાંથી ભક્તો જોડાયા હતા. ખાસ કરીને રોજગાર, અભ્યાસ અને વ્યવસાયના કારણે પોતાના વતનથી દૂર રહેતા પરિવારો માટે આ આયોજન સોમનાથ મહાદેવ સાથે આધ્યાત્મિક રીતે જોડાવાની તક બન્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ-લક્ષ્મી અને ચોપડા પૂજન અશ્વિન કૃષ્ણ અમાવસ્યાના પવિત્ર અવસરે યોજાયેલી આ ઓનલાઇન મહાપૂજામાં સોમનાથના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી યંત્ર, માતા લક્ષ્મી, શ્રી ગણેશ, લેખની, હળદર અને મગનું વિશેષ પૂજન કરાયું હતું. ઓનલાઇન જોડાયેલા યજમાન પરિવારોના રોજમેળ અને ચોપડાનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આવનારું નવું વિક્રમ સંવત 2083 સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્થિર લક્ષ્મી લઈને આવે તેવી શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તોના ઘરે પહોંચશે અભિમંત્રિત પ્રસાદી ઓનલાઇન પૂજન પૂર્ણ થયા બાદ ભક્તો માટે પ્રસાદી મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત અભિમંત્રિત શ્રી યંત્ર, રોજમેળ, રક્ષાસૂત્ર, પવિત્ર ભસ્મ અને રુદ્રાક્ષ સહિતની પ્રસાદી નોંધણી સમયે આપવામાં આવેલા સરનામે ટપાલ અને કુરિયર મારફતે પહોંચાડવામાં આવશે. ચાર વર્ષથી ડિજિટલ માધ્યમથી ભક્તોને જોડે છે સોમનાથ ટ્રસ્ટ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વસુધૈવ કુટુંબકમ્'ના વિઝન હેઠળ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી ડિજિટલ માધ્યમ દ્વારા ભક્તોને વિવિધ ધાર્મિક આયોજનો સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખાસ કરીને મોટા શહેરો અને વિદેશમાં વસતી યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો સાથે જોડાયેલી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે. ટેક્નોલોજીએ ભક્તિની સીમાઓ વિસ્તારી સોમનાથથી શરૂ થયેલી આ ડિજિટલ ભક્તિની પહેલ અમેરિકાના વર્જિનિયા સુધી પહોંચતાં ટેક્નોલોજી દ્વારા આસ્થા અને ભક્તિને ભૌગોલિક સીમાઓથી પર લઈ જવાનો પ્રયાસ સફળ બન્યો છે. ઓનલાઇન પૂજનમાં જોડાયેલા ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટની આ પહેલને આવકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:મેષ, વૃષભ અને તુલા રાશિના જાતકોને મળશે પ્રકાશ પર્વની ચમક, કુંભ રાશિના લોકોને મળશે 'ગુડ ન્યૂઝ'
    Next Article
    રાજકોટમાં મહિલા સાથે દુષ્કર્મ:લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ નિરાશ્રિત ગણાવી આશ્રમમાં મૂકી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment