Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વલભી વિદ્યાવિહારના વિદ્યાર્થીઓએ 5000 વૃક્ષો વાવ્યા:નવા વાડજમાં AMC પ્લોટમાં સામુહિક વૃક્ષારોપણ કરાયું

    1 day ago

    અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી વલભી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ધોરણ 9 થી 12 તેમજ પ્રાથમિક વિભાગના ધોરણ 7 અને 8 ના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વૃક્ષારોપણ માનવ સાધના બિલ્ડિંગની બાજુમાં, રાણીપ એસટી ડેપો પાછળ આવેલા AMC ના ખુલ્લા પ્લોટમાં કરવામાં આવ્યું હતું. કુલ 5,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વિદ્યાર્થીએ આશરે 10 વૃક્ષો વાવ્યા હતા. શાળાના આચાર્ય નિમેશકુમાર જાનીએ વૃક્ષોનું આપણા જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે અમદાવાદ જેવા મહાનગરમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વૃક્ષો જડીબુટ્ટી સમાન સાબિત થશે. તેમણે વૃક્ષોની ઉપયોગીતા, જરૂરિયાત અને ઔષધીય ગુણધર્મો વિશે પણ વાત કરી હતી. વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. તેમના ચહેરા પર વૃક્ષો વાવવાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. પીવાના પાણીની વ્યવસ્થા ન હોવા છતાં, બાળકોએ સતત ત્રણ કલાક સુધી આ ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ પણ જોડાયા હતા. વૃક્ષારોપણ બાદ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'સુરતના નાસીરનગરનું ડિમોલિશન મ્યુનિ.કમિશનરે જ કરાવ્યું છે':કમિશનરે તેમને મળેલો મેસેજ મને ફોરવર્ડ કર્યો હતો, મનપાના સસ્પેન્ડેડ એક્ઝિ. એન્જિનિયરે હાઇકોર્ટમાં ખેલ ખુલ્લો પાડ્યો
    Next Article
    ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક દ્વારા સુંદરકાંડનું આયોજન:સાબરમતી એક્સટેન્શન ખાતે અનેક મહાનુભાવો રહ્યા હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment