Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણામાં દિવાળીના દિવસે જ ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન:દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા લોકો, પાલિકાની ઘોર બેદરકારી સામે રોષ

    13 hours ago

    સુરતના પુણા વિસ્તારમાં અર્ચના સ્કૂલની આસપાસના મુખ્ય માર્ગો પર દિવાળીના દિવસે જ ગટરનું ગંદું પાણી ઉભરાઈને ફરી વળ્યું હતું, જેના કારણે રસ્તાઓ પર જાણે ગંદા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુર્ગંધયુક્ત પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા સ્થાનિકો તહેવારના પવિત્ર દિવસે જ રસ્તાઓ પર ગટરો લીકેજ થઈ વહેવા લાગતા સ્થાનિક રહીશો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ દુર્ગંધયુક્ત અને ગંદા પાણી વચ્ચેથી જ વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવાની ફરજ પડી હતી. એટલું જ નહીં અર્ચના સ્કૂલ પાસે પ્રખ્યાત મંદિરે દિવાળીના પર્વ નિમિત્તે દર્શન અને પૂજા-અર્ચના માટે આવતા શ્રદ્ધાળુઓની હાલત અત્યંત કફોડી બની હતી. તહેવારના પવિત્ર દિવસે ભગવાનના દર્શને જતા સમયે ભક્તોએ ગંદા અને દુર્ગંધયુક્તિ પાણીમાંથી જેના કારણે લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ અનેક વખત રજૂઆતો બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરના દાવાઓની પોલ ખોલતી આ ઘટનાએ પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ અને વહીવટી વરવી વાસ્તવિકતા છતી કરી છે. તહેવારોના દિવસોમાં પણ ગટર લાઈનો ચોક થવી અને ગંદુ પાણી ખુલ્લેઆમ રસ્તાઓ પર ફરી વળવું એ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. દિવાળી જેવા મહાપર્વ પર જ પ્રજાને આવી સ્થિતિનો સામનો કરવો પડતા લોકોમાં પાલિકા વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપમાં યુવક ઝડપાયો:નવ મહિના બાદ બાળકીએ બાળકને જન્મ આપ્યો; માતાની ફરિયાદ પર પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    મનપાનો ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ:રાજકોટનાં જુદા-જુદા સ્થળે 8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડ ટુ, આગનો કોલ મળતા મિનિટોમાં ટીમ પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment