Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ:રાજકોટનાં જુદા-જુદા સ્થળે 8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડ ટુ, આગનો કોલ મળતા મિનિટોમાં ટીમ પહોંચશે

    13 hours ago

    રાજકોટ શહેરમાં આજે દિવાળી પર્વની ખૂબ ધામધૂમથી અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરીજનો દ્વારા ઉત્સાહભેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવશે. ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ, અકસ્માત કે આગની ગંભીર દુર્ઘટનાનાં સમયમાં તાત્કાલિક પહોંચવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક બની છે. અને જુદા-જુદા સ્થળે 8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા છે. તમામ કાયમી તેમજ હંગામી ફાયર સ્ટેશનો પર મળીને 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડ ટુ રહેશે. અને આગનો કોલ મળતા મિનિટોમાં ટીમ પહોંચી જાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ.કે જૂનેજાએ આ અંગે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં ફટાકડા અને આતશબાજીના કારણે આગ લાગવાના બનાવો પ્રમાણમાં વધુ બનતા હોય છે, જેને ધ્યાને લઈ ફાયર વિભાગ દ્વારા અગાઉથી જ વ્યાપક અને ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ફાયર બ્રિગેડ પાસે કુલ 458 જેટલો વિશાળ અને અનુભવી સ્ટાફ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આશરે 60 જેટલા ફાયર ફાઇટર, મિની ફાયર ફાઇટર અને આગ બુઝાવવા માટેના અન્ય અત્યાધુનિક વાહનો સંપૂર્ણપણે ચાલુ હાલતમાં અને રેડી ટૂ યૂઝ સ્થિતિમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે, જેથી ગમે ત્યારે ઇમરજન્સીનો સામનો કરી શકાય. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટનાં સતત વિસ્તરતા જતા ભૌગોલિક વ્યાપ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ખાસ વ્યુહરચના ગોઠવવામાં આવી છે. હાલમાં શહેરમાં અગાઉના કાયમી 6 ફાયર સ્ટેશનો કાર્યરત છે, પરંતુ તહેવારોની ભીડભાડ અને કટોકટીને પહોંચી વળવા માટે વધારાના 8 હંગામી ફાયર સ્ટેશનો પણ ઊભા કરવામાં આવ્યા છે. હંગામી ફાયર સ્ટેશનો પર દરેક જગ્યાએ 1 ફાયર ફાઇટર તેમજ 6 અનુભવી ફાયરમેનનું ક્રૂ સતત 24 કલાક હાજર રહેશે. ખાસ કરીને જૂના રાજકોટના અતિ ગીચ વિસ્તારો અને ભીડભાડવાળા બજારો તેમજ સાંકડી શેરી, ગલીઓમાં મોટા ફાયર વાહનો પહોંચી ન શકે તેવી જગ્યાએ પણ તાત્કાલિક પહોંચવા માટે ખાસ મિની ફાયર ફાઇટર અને બાઇક ફાયર ફાઇટરની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી જાનમાલનું નુકસાન ન્યૂનતમ કરી શકાય. દિવાળીના પર્વને લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે. ધનતેરસથી લઈને દિવાળી અને નવા વર્ષના પ્રારંભ સુધી આખી રાત તમામ જવાનો સ્ટેન્ડ ટુ મોડ પર કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસમાં ફાયર વિભાગને આગ અને અન્ય ઇમરજન્સી સંબંધી 50થી વધારે કોલ મળી ચૂક્યા છે. આજે દિવાળીના દિવસે ફટાકડાના કારણે સૌથી વધારે કોલ અને આગના બનાવો સામે આવે તેવી પૂરી શક્યતા છે, જેના પગલે ફાયર વિભાગ દ્વારા અત્યાધુનિક સાધનો અને સુવિધાઓ સાથે સજ્જ થઈને કોઈપણ આફતને નાથવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ફાયર વિભાગના 180થી વધુ કુશળ જવાનો રાત-દિવસ જોયા વગર ખડેપગે સેવા આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પુણામાં દિવાળીના દિવસે જ ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન:દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા લોકો, પાલિકાની ઘોર બેદરકારી સામે રોષ
    Next Article
    અમદાવાદના વેપારીએ જમીનના વિવાદમાં કેનાલમાં ઝંપલાવી દીધું:ગાંધીનગરના ડભોડામાં વેચેલી જમીન પરત આપવા સતત માનસિક ત્રાસ આપીને હેરાન કરતા, ઘરમાંથી સુસાઈડ નોટ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment