Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના વેપારીએ જમીનના વિવાદમાં કેનાલમાં ઝંપલાવી દીધું:ગાંધીનગરના ડભોડામાં વેચેલી જમીન પરત આપવા સતત માનસિક ત્રાસ આપીને હેરાન કરતા, ઘરમાંથી સુસાઈડ નોટ મળી

    15 hours ago

    ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવેલી જમીન મામલે ચાલતા વિવાદમાં સીધી લીટીના વારસદારો અને બે ભાગીયા દ્વારા સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના પગલે છેલ્લે કંટાળી કરાઈ ખાતે નર્મદા કેનાલમાં કુદી આપઘાત કરી લીધો હતો. ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. વેચવા માટે આપેલી જમીન માં સીધી લીટીના વારસદારો દ્વારા વાંધા અરજી કરવામાં આવતા જમીનની એન્ટ્રી સર્ટિફાઇડ થતી નહોતી. તેઓ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતા તેઓ ચિંતામાં રહેતા હતા. જેથી તેઓએ આપઘાત કરી લેતા આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં બે ભાગ્યા સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી મોહનનગર સોસાયટીમાં રહેતા દર્શક હસમુખભાઈ પટેલના પિતા હસમુખભાઈની ડભોડા ખાતે જમીન આવેલી છે. જેમની બાજુમાં મગનદાસ પટેલની 4.5 વીઘા જમીન હતી. જે જમીનને દર્શક પટેલના દાદાએ વેચાણથી લીધી હતી. આ જમીન અગાઉ વાવવા માટે દિલીપજી સોલંકી અને ઉદાજી સોલંકીને ભાગીયા તરીકે આપી હતી. પરંતુ તેમનું કામ પસંદ ન આવતા તેમને છૂટા કરવામાં આવ્યા હતા. જમીનમાંથી છુટા કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે અમે વર્ષોથી જમીનમાં વાવણી કરીએ છીએ. ભોગવટો અમારી પાસે છે, જેથી તમે અમને કાઢી નહી શકો આ રીતે વારંવાર કહી અને હેરાન પરેશાન કરતા હતા. જેથી તેઓ ટેન્શનમાં રહેતા હતા. હસમુખભાઈએ તેમાંથી 4.5 વીઘા જમીનમાંથી ત્રણ વીઘા જમીન વેચી દીધી હતી અને બાકીની દોઢ વીઘા જમીનમાં ફરીથી દિલીપજી અને ઉદાજીને વાવવા માટે આપી હતી. જમીન વેચાણ સામે વાંધા અરજી કરી હતી આ જમીનના અગાઉના માલિક મગનદાસ પટેલના વારસદારો જગદીશભાઈ, બળદેવભાઈ, પ્રવિણભાઈ, કમલેશભાઈ, દર્શનભાઈ અને ચિન્મયભાઈએ આ જમીન વેચાણ સામે વાંધા અરજી કરી હતી. આ જમીન અમારી છે તમે કેવી રીતે વેચી શકો એમ કહી અને હેરાન પરેશાન કરતા હતા. અવારનવાર ધમકી આપતા હતા જેના કારણે હસમુખભાઈ ચિંતામાં રહેતા હતા. ‘હું આ લોકોના ત્રાસથી કંટાળીને મરી જઈશ’ દિલીપજી અને ઉદાજી તેમજ મગનદાસ કાલિદાસના સીધી લીટીના વારસદારો એક જ ગામના હતા. જેથી તેઓ ભેગા મળીને હેરાન પરેશાન કરતા હોવાથી કહેતા હતા કે હું આ લોકોના ત્રાસથી કંટાળીને મરી જઈશ છતાં પણ ઘરવાળા સમજાવતા હતા. ગત 4 નવેમ્બરે હસમુખભાઈએ પોતાના ભત્રીજાને વોટ્સએપ પર કરાઇ કેનાલ ખાતેના મેસેજ અને ફોટા મોકલીને નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને તેમની લાશ 6 નવેમ્બરે કડી નજીક કેનાલ માંથી મળી આવી હતી. તેમના કબાટમાંથી મળેલી સુસાઈડ નોટમાં પણ આ લોકોના કારણે જમીનની સર્ટિફાઇડ એન્ટ્રી થતી ન હોવાથી તેમજ આ તમામ લોકોના ત્રાસ અને મારી નાખવાની ધમકીઓનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. જેના આધારે ફરિયાદીએ આ તમામ 8 આરોપીઓ સામે પોતાના પિતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાનો ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ:રાજકોટનાં જુદા-જુદા સ્થળે 8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડ ટુ, આગનો કોલ મળતા મિનિટોમાં ટીમ પહોંચશે
    Next Article
    CSK Is Buying A Player Other Teams Didn't Trust: Ex-India Star Slams Trade With SRH

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment