Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના મંગલમ બ્લીસમાં નાહવા ગયેલી મહિલા બાથરૂમમાં બેભાન થઈ:લાંબો સમય બહાર ન આવતાં પરિવારે ફાયર વિભાગ બોલાવ્યો, દરવાજો તોડી બિઝમેસમેની પત્નીનો જીવ બચાવ્યો

    8 hours ago

    સુરતમાં ડુમસ રોડ વિસ્તારમાં અચાનક બનેલી એક ઘટનામાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મહિલાનો જીવ બચી ગયો છે. શહેરના લક્ઝુરિયસ 'મંગલમ બ્લીસ' એપાર્ટમેન્ટમાં રહેતા બિઝનેસમેન મહેતા પરિવારની 37 વર્ષીય મહિલા બાથરૂમમાં અચાનક બેભાન થઈ જતાં ફસાઈ ગઈ હતી. પરિવારે સમયસૂચકતા વાપરી તુરંત ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી તાબડતોબ બાથરૂમનો દરવાજો તોડી મહિલાને સુરક્ષિત બહાર કાઢી પ્રાથમિક સારવાર આપતાં મોટો અનિષ્ટ ટળ્યો હતો. લાંબો સમય દરવાજો ન ખુલતાં પરિવાર ચિંતામાં મુકાયો મળતી વિગતો મુજબ, મહેતા પરિવારની 37 વર્ષીય મહિલા સવારના સમયે બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. સામાન્ય રીતે લાગતા સમય કરતાં ઘણો વધુ સમય વીતી ગયો હોવા છતાં મહિલા બહાર ન આવતાં પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારે બાથરૂમનો દરવાજો ખખડાવી અવાજો આપ્યા હતા, પરંતુ અંદરથી કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નહોતો. પરિવારે દરવાજો ખોલવા તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ અંદરથી લોક હોવાના કારણે દરવાજો ખુલી શક્યો નહોતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું દરવાજો ન ખુલતાં અને અંદર કોઈ અણબનાવ બન્યાની આશંકાએ પરિવારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફાયર વિભાગને જાણ કરી મદદ માંગી હતી. કોલ મળતાં જ સ્થાનિક ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સાધન-સામગ્રી સાથે 'મંગલમ બ્લીસ' ખાતે પહોંચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા પારખી જવાનોએ કોઈ પણ વિલંબ વગર ખાસ સાધનોની મદદથી બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ મહિલાની તબિયત સ્થિર, પરિવારે આભાર માન્યો દરવાજો તોડી અંદર પ્રવેશતાં મહિલા ફ્લોર પર બેભાન અવસ્થામાં મળી આવી હતી. ફાયરના જવાનોએ મહિલાને સાવચેતીપૂર્વક બહાર કાઢી હતી. ઘટનાસ્થળે હાજર તબીબ દ્વારા તાત્કાલિક મહિલાનું ચેકઅપ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર મળતાં જ મહિલા હોશમાં આવી ગઈ હતી અને તેની તબિયત સુધારા પર આવી હતી. સમયસર પહોંચી પોતાની કુનેહથી મહિલાનો જીવ બચાવવા બદલ પરિવારે ફાયર વિભાગની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PMએ બસ્તરમાં જવાનો સાથે દિવાળી મનાવી:મોદીએ કહ્યું- હથિયારધારી નક્સલીઓ ગયા; હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે
    Next Article
    રાજકોટ એસટી વિભાગના કર્મીઓએ સ્ટાફ સાથે દિવાળી ઉજવી:નૂતન વર્ષની રજાઓમાં 1,978 ડ્રાઇવર - કંડકટર મુસાફરોની સેવામાં ખડેપગે રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment