Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એસટી વિભાગના કર્મીઓએ સ્ટાફ સાથે દિવાળી ઉજવી:નૂતન વર્ષની રજાઓમાં 1,978 ડ્રાઇવર - કંડકટર મુસાફરોની સેવામાં ખડેપગે રહેશે

    7 hours ago

    દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગના 1,978 ડ્રાઇવર - કંડકટર મુસાફરોની સેવામાં સજ્જ છે. આ સિવાય મિકેનિકલ અને વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ફરજ પર રહેશે. છેલ્લા ત્રણ દિવસમાં જ એસ ટી વીભાગે 200 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ દોડાવી રૂ.28 લાખની કમાણી કરી છે. રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગોધરા, ભાવનગર, ભુજ સહિતના રૂટ પર એસટી બસો દોડાવવામાં આવી રહી છે જેથી મુસાફરોને ખાનગી બસોમાં ઓછું ભાડું ચૂકવી લૂંટાવું ન પડે. રાજકોટ એસટી વિભાગના વોલ્વોના ડેપો મેનેજર એન. વી. ઠુમ્મરે જણાવ્યું હતું કે, દિવાળી જેવા પાવન પર્વ નિમિત્તે જ્યારે આખું વિશ્વ અને લોકો પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવી રહ્યા હોય છે ત્યારે એસ.ટી. નિગમના ડ્રાઈવરો, કંડક્ટરો અને અન્ય કર્મચારીઓ લાખો મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે પોતાની ફરજ પર હાજર રહીને સતત સેવા આપી રહ્યા છે. આવા કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી કર્મચારીઓની સેવાભાવનાને બિરદાવવા માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. દિવાળીના પાવન અવસર પર ફરજ પર ઉપસ્થિત રહેલા દરેક કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી તેમને પણ પોતાના પરિવાર સાથે હોવાનો અહેસાસ થાય. એસ.ટી. કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે વફાદારી અને નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા હોય છે ત્યારે તેમની આ નિષ્ઠાને માન આપીને તેમની સાથે ખુશીઓ વહેંચવાનો આ નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 200 કરતાં વધુ વધારાની ટ્રીપ દોડાવવામાં આવી છે. આ વિશેષ વ્યવસ્થાના પરિણામે નિગમને 28 લાખ રૂપિયા કરતાં પણ વધુની વધારાની આવક પ્રાપ્ત થઈ છે. મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને રાજકોટથી અમદાવાદ, દાહોદ અને ગોધરા જેવા મુખ્ય રૂટ્સ ઉપર વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. કર્મચારીઓની આ નિસ્વાર્થ સેવા અને તંત્ર દ્વારા કરવામાં આવેલ આગોતરા આયોજનથી મુસાફરોને દિવાળીના તહેવારોમાં આવાગમન માટે ખૂબ જ સરળતા રહી છે. જ્યારે કંડકટર કૌશલ ચૌધરીએ જણાવ્યું હતું કે, દિવાળીના પર્વ પર ST વિભાગના ડ્રાઇવર અને કંડક્ટરો પોતાના પરિવારથી દૂર રહીને નોકરીની ફરજ બજાવે છે. આ સાથે જ ડ્રાઇવર, કંડક્ટર અને ડેપો મેનેજર પણ સ્ટાફ સાથે મળીને ડેપો પર જ દિવાળી ઉજવી રહ્યા છે. જેથી નોકરી દરમિયાન એકાંતનો અનુભવ ન થાય. ડ્રાઇવર અને કંડક્ટરોની પહેલી ફરજ મુસાફરોની સેવા કરવાની હોય છે. પરિવારજનો ઘરે રાહ જોતા હોવા છતાં મુસાફરોને અગવડ ન પડે તે માટે તેઓ તહેવારના દિવસે પણ નોકરી પર હાજર રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના મંગલમ બ્લીસમાં નાહવા ગયેલી મહિલા બાથરૂમમાં બેભાન થઈ:લાંબો સમય બહાર ન આવતાં પરિવારે ફાયર વિભાગ બોલાવ્યો, દરવાજો તોડી બિઝમેસમેની પત્નીનો જીવ બચાવ્યો
    Next Article
    સખવદર ગામે બોલાચાલીની અદાવતમાં યુવક પર હુમલો:વાડીએ લઈ જઈ લાકડીથી માર માર્યો, ત્રણેય શખસ સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment