Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સખવદર ગામે બોલાચાલીની અદાવતમાં યુવક પર હુમલો:વાડીએ લઈ જઈ લાકડીથી માર માર્યો, ત્રણેય શખસ સામે પોલીસ ફરિયાદ

    7 hours ago

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદરગામે રહેતા યુવકને અગાઉ થયેલી બોલાચાલી અંગેની દાજ રાખી ત્રણ શખસોએ ઢીકાપાટુનો તેમજ લાકડીથી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવકે ત્રણેય શખસ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય શખસ યુવકને બાઈકમાં બેસાડી વાડીએ લઈ ગયા સિહોર તાલુકાના સખવદર ગામે રહેતા અને ખેતમજૂરી કરતા પારસભાઈ કલાભાઈ કુવાડીયા (ઉં.વ.23)એ શિહોર પોલીસ મથકમાં આજ ગામના દર્શન ભાયાભાઈ ચાડ, અર્જુન લાખાભાઈ ચાડ, મીલન ગગજીભાઈ ચાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 7 નવેમ્બરે ગામના મેલડી માતાના મંદિરે બેઠા હતા, ત્યારે ત્રણેય શખસ બાઈક લઈને આવ્યા હતા અને તેઓને કહ્યું હતું કે તે દર્શન ચાડ સાથે પંદર દિવસ પહેલા બોલાચાલી કરી હતી. જેની દાજ રાખી તેઓને બાઈક પર બેસાડી વાડીએ લઈ ગયા હતા. યુવકને માર મારી જાનથી મારવાની ધમકી આપી અગાઉ થયેલી માથાકૂટ મામલે ઝઘડો કરી ત્રણેય શખસોએ તેમને અપશબ્દો બોલી, ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડીથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ત્રણેય શખસ સામે BNS એક્ટ 115(2), 351(3), 352, 54 તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એસટી વિભાગના કર્મીઓએ સ્ટાફ સાથે દિવાળી ઉજવી:નૂતન વર્ષની રજાઓમાં 1,978 ડ્રાઇવર - કંડકટર મુસાફરોની સેવામાં ખડેપગે રહેશે
    Next Article
    बिजनौर में शराब के नशे में टुन मिला पुलिस वाला! आम आदमी की कैसे करेगा हिफाजत जब खुद का नहीं है होश?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment