Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીમાં ઈમરજન્સી માટે ડોક્ટર ઓન કોલ:અમદાવાદ-સુરત-રાજકોટમાં હાજર તબીબોના નામ નંબર સાથેનું લિસ્ટ

    18 hours ago

    દિવાળીની ઉજવણી લોકો પરિવાર સાથે કરતા હોય છે. મીઠાઇ-ફરસાણ અને બહાર હોટલમાં જમવા જતા હોય છે. પણ મોજ-મસ્તીના આ તહેવારમાં લોકોને હંમેશાં એક વાતની ચિંતા સતાવતી હોય છે અને તે છે કે જો તહેવારમાં બીમાર પડ્યા તો ક્યાં જઇશું. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. દિવ્ય ભાસ્કર પર તમને જોવા મળશે તહેવારના સમયે અમદાવાદ-સુરત અને રાજકોટમાં સારવાર માટે હાજર રહેનાર ડોક્ટરોનાં નામ અને નંબરનું લિસ્ટ… AMA દ્વારા 'ડોક્ટર ઓન કોલ'ની સુવિધા અમદાવાદમાં દિવાળી પર્વને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કલ્પિતા દવેએ જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન અકસ્માત અને દાઝી જવાના (બર્ન્સ) કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMA દ્વારા 'ડોક્ટર ઓન કોલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે 'પિંક એપ' પ્રોજેક્ટ અમદાવાદમાં 70 ડોક્ટરોની ટીમ સાથે 6 કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે, જે તહેવાર દરમિયાન સારવાર માટે આવતા દર્દીઓને જરૂરી તબીબી સેવા પૂરી પાડશે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, 7થી 13 નવેમ્બર દરમિયાન દિવાળીના સપ્તાહમાં સામાન્ય રીતે અંદાજે 80 જેટલા કોલ આવતા હોય છે. આ ઉપરાંત, મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વર્ષે 'પિંક એપ' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના હેઠળ મેમોગ્રાફી અને અલ્ટ્રાસોનોગ્રાફીના રિપોર્ટની સુવિધાનું આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    જાપાનમાં રાત્રે 1 વાગ્યે 5.7ની તીવ્રતાનો ભૂકંપ:22 લોકો ઘાયલ; આ મહિનાનો ત્રીજો મોટો ભૂકંપ; આવતા અઠવાડિયા સુધી તીવ્ર આંચકાની આશંકા
    Next Article
    પાટણ જિલ્લા પંચાયતના 6 કર્મચારીને બઢતી:3 પટાવાળાનો પગાર ધોરણ રિવાઇઝ થશે, 1 તલાટીને નિયમિત પગાર ધોરણમાં સમાવવા હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment