Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લા પંચાયતના 6 કર્મચારીને બઢતી:3 પટાવાળાનો પગાર ધોરણ રિવાઇઝ થશે, 1 તલાટીને નિયમિત પગાર ધોરણમાં સમાવવા હુકમ

    14 hours ago

    પાટણ જિલ્લા પંચાયતે 4 સિનિયર ક્લાર્કને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને 2 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપી છે. 3 પટાવાળાનો ઉચ્ચતર પગાર ધોરણ રિવાઇઝ કરવા અને 1 તલાટીને નિયમિત પગાર ધોરણમાં સમાવવા પણ હુકમ કરાયો છે. પશુપાલન શાખાના સિનિયર ક્લાર્ક એ.આર. પરમારને બઢતી આપી સરસ્વતી તાલુકામાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (વહીવટ) તરીકે મૂકવામાં આવ્યા છે. આરોગ્ય શાખાના એચ.પી. ચૌધરીને ચાણસ્મા તાલુકામાં આ જ પદે નિયુક્ત કરાયા છે. સમી બાંધકામ પેટા વિભાગના વી.કે. ડોડને સમી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રામવિકાસ) તરીકે મૂકવામાં આવ્યા છે. સિદ્ધપુર તાલુકા પંચાયતના એચ.બી. સોલંકીને સિદ્ધપુર ખાતે આ જ પદે નિયુક્ત કરાયા છે. શિક્ષણ શાખાના જુનિયર ક્લાર્ક આર.જે. પટેલને બઢતી આપી પશુપાલન શાખામાં સિનિયર ક્લાર્ક બનાવાયા છે. તાલુકા પંચાયત પાટણના એક જુનિયર ક્લાર્કને બઢતી આપી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે મૂકવામાં આવ્યા છે. તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જિલ્લા પંચાયતના પટાવાળા સી.કે. ઠાકોર, આર.જી. ઠાકોર અને એ.એન. પટવાના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને નિયમિત ગણી તેમનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રિવાઇઝ કરાશે. તલાટી કમ મંત્રી ભરતભાઈ પટેલને નિયમિત પગાર ધોરણમાં સમાવવા હુકમ કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણાએ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લીધા હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં ઈમરજન્સી માટે ડોક્ટર ઓન કોલ:અમદાવાદ-સુરત-રાજકોટમાં હાજર તબીબોના નામ નંબર સાથેનું લિસ્ટ
    Next Article
    પાર્થ મહેશ્વરીની જામીન અરજી ફગાવાઈ:HNGU MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાટણ સેશન્સ કોર્ટનો નિર્ણય; જજ એચ. એસ. મુલીયાએ કહ્યું, ખોટી રીતે ડોક્ટર બનનારા સમાજ માટે જોખમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment