Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનમાં રાત્રે 1 વાગ્યે 5.7ની તીવ્રતાનો ભૂકંપ:22 લોકો ઘાયલ; આ મહિનાનો ત્રીજો મોટો ભૂકંપ; આવતા અઠવાડિયા સુધી તીવ્ર આંચકાની આશંકા

    15 hours ago

    જાપાનમાં શનિવારની રાત્રે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા. ઘણી દુકાનોના કાચ તૂટી ગયા. ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળીને ભાગવા લાગ્યા. જાપાનની હવામાન એજન્સી મુજબ ભૂકંપનું કેન્દ્ર શિઝુઓકા પ્રાંતમાં જમીનથી 40 કિમી નીચે હતું, જ્યારે સૌથી જોરદાર આંચકા આઇચી પ્રાંતમાં અનુભવાયા. આ મહિને જાપાનમાં આવેલો આ ત્રીજો જોરદાર ભૂકંપ છે. આ પહેલાં 1 નવેમ્બરે 6ની તીવ્રતા અને 7 નવેમ્બરે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન એજન્સીએ લોકોને આગામી એક અઠવાડિયા સુધી ભૂકંપને લઈને સતર્ક રહેવાની સલાહ આપી છે. એજન્સી મુજબ, ખાસ કરીને આગામી 2થી 3 દિવસમાં જોરદાર આંચકા આવી શકે છે. બુલેટ ટ્રેનની ઝડપ ઘટાડવામાં આવી ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં શિંકાનસેન બુલેટ ટ્રેનોની ઝડપ ઘટાડવામાં આવી. રેલવેએ સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું. હકીકતમાં, ભૂકંપથી રેલવેના પાટાને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઝડપી દોડતી ટ્રેનો માટે અકસ્માતનું જોખમ રહે છે. જાપાન સૌથી વધુ ભૂકંપ આવતા દેશોમાં સામેલ જાપાન દુનિયાના સૌથી વધુ ભૂકંપપ્રભાવિત દેશોમાંનું એક છે. તે ચાર મોટી ટેક્ટોનિક પ્લેટો પર વસેલું છે અને પ્રશાંત મહાસાગરના 'રિંગ ઑફ ફાયર'નો ભાગ છે. દર વર્ષે અહીં આશરે 1500 ભૂકંપ આવે છે, જેમાંથી મોટા ભાગના હળવા હોય છે. જાપાનમાં 2024માં ભૂકંપથી 600 લોકોનાં મોત જાપાનના નોટો દ્વીપમાં 2024માં આવેલા ભૂકંપમાં આશરે 600 લોકોનાં મોત થયા હતા. 2011માં 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામીએ 18 હજારથી વધુ લોકોના જીવ લીધા હતા. જાપાન સરકારે આગામી 30 વર્ષમાં અહીં 75-82 ટકા સુધી ભૂકંપની તીવ્રતા વધવાની ચેતવણી આપી છે. જો આવું થયું તો 2.98 લાખ લોકોનાં મોત થઈ શકે છે અને 2 ટ્રિલિયન ડૉલર (167 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનો ફાઇટિંગ કંપનીના ચીફને પ્રવક્તા બનવાનો પ્રસ્તાવ:કહ્યું- પોતાના ફાઇટર્સને સાથે લઈને આવજો, જેથી પાગલ ડાબેરીઓથી અમારી રક્ષા થઈ શકે
    Next Article
    દિવાળીમાં ઈમરજન્સી માટે ડોક્ટર ઓન કોલ:અમદાવાદ-સુરત-રાજકોટમાં હાજર તબીબોના નામ નંબર સાથેનું લિસ્ટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment