Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોપેન ગેસમાં ભાવવધારાનો બોમ્બ વધુ એકવાર ફૂટ્યો:મોરબીના સિરામિક ઉદ્યોગને હવે પ્રોપેન ગેસ કરતા નેચરલ ગેસ ઓછા ભાવે મળશે, ડિમાન્ડ વધશે

    21 hours ago

    મોરબીના સિરામિક ઉદ્યોગમાં અગાઉ ઇંધણ માટે નેચરલ ગેસનો ઉપયોગ કરી રહ્યા હતા જોકે નેચરલ ગેસમાં સતત થતા ભાવ વધારાને પગલે કંટાળેલા સિરામિક ઉદ્યોગકારો નવા વિકલ્પ તરીકે પ્રોપેન ગેસ લાવ્યા હતા અને અલગ અલગ કંપનીઓ પાસેથી ટેન્કરમાં ગેસ મંગાવતા અને ફેક્ટરી માં પ્રોપેન ગેસ સ્ટોરેજ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. ઓછા ભાવે ગેસ મેળવાના કારણે ઉત્પાદન ખર્ચ ઘટતા ઉધોગોને આર્થિક રીતે પરવડતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને પગલે આખું ચિત્ર બદલાઈ ગયું છે જે ગેસ ઉદ્યોગને ગુજરાત ગેસ પીએનજી કરતા સસ્તો મળી રહ્યો હતો. ચાલુ મહિનામા બે વખત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ વખતે પ્રતિ ટન 3300નો ભાવ વધારો કર્યા બાદ 6 દિવસના અંતરે વધુ 3000નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષની શરૂઆતમાં ઉદ્યોગોને 46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પડી રહ્યો હતો તે આજની સ્થિતિ 107 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અને આ ભાવ વધારો શનિવારે રાત્રીથી જ લાગુ થઈ ગયા છે. પ્રોપેન ગેસ ઉપલબ્ધ કરાવતી કોન્ફિડન્સ , ગો ગેસ નામની કંપનીના ગેસ પોરબંદર ખાતેના ટર્મિનલથી મોરબીની સિરામિક ફેક્ટરી સુધી પહોંચવામાં ટ્રાન્સપોર્ટ ભાડા સાથે રૂ.1,07,250 પ્રતિ મેટ્રિક ટન જ્યારે દહેજ ટર્મિનલ થી ટ્રાન્સપોર્ટ ચાર્જ મળી કુલ રૂ.1,07,250 પ્રતિ ટન થશે. મોરબીના સિરામિક ઉદ્યોગકાર હાલની સ્થિતિમાં નેચરલ ગેસ પ્રતિ ક્યૂબિક 90 રૂપિયાની આસપાસ છે, જેના કારણે આજનો સ્થિતિએ નેચરલ ગેસ સસ્તો પડી રહ્યો છે. જો કે આજની સ્થિતિએ નેચરલ ગેસનો વપરાશ ખૂબ ઓછો હોય પણ હાલ જે રીતે પ્રોપેન ગેસમાં ભાવ વધારો થઈ રહ્યો છે તે જોતા નવેમ્બર ડિસેમ્બર મહિનામાં નેચરલ ગેસની ડિમાન્ડમાં ઉછાળો આવવાની સંભાવના વધી છે. શું હજુ ભાવ વધશે? ઉદ્યોગકારોની ચિંતા વધી વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે સતત પ્રોપેન ગેસ મોંઘો થઈ રહ્યો છે, જે ગેસ ઓકટોબરમાં 90 રૂપિયા પ્રતિ કિલો કરતા પણ ઓછા ભાવે હતો તે હાલ 107 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને દિવાળી બાદ પણ શું પરિસ્થિતિ થવાની છે. તે અંગે પણ ચોક્કસ માહિતી નથી આવી સ્થિતિમાં દિવાળી પછી જો ભાવ વધારો ઝીંકાશે તો ઉદ્યોગ માટે સ્થિતિ કફોડી બની શકે છે. ફરી ટાઇલ્સના ભાવમાં વધારો થાય તો નવાઈ નહીં હાલ જે રીતે પ્રોપેન ગેસમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે સિરામિક ઉત્પાદનોમાં ખર્ચ ઊંચો જઈ રહ્યો છે આવી સ્થિતિ ઉદ્યોગોને ટકી રહેવા ભાવ વધારો કરવો મજબૂરી બની શકે છે અને જો દિવાળી બાદ અથવા ડિસેમ્બર મહિના પહેલા ટાઇલ્સના ભાવમાં વધારો આવી શકે છે જોકે ખરેખર વધારો કેટલો અને ક્યારે લેવો તે તો સત્તાવાર સિરામિક મેન્યુફેક્ચરીગ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવે પછી કહી શકાય.
    Click here to Read More
    Previous Article
    જમીન વિવાદ:મોરબીમાં મકાનના દસ્તાવેજ કરવા બાબતે પિતા-પુત્ર પર હુમલો ,3 શખ્સ સામે ફરિયાદ
    Next Article
    સ્ત્રીની લાશના બ્લાઉસમાંથી મળી એક કાપલી:બહાર આવી 50 મહિલાઓને ભરખી જનારા સાયકો કિલરની સ્ટોરી, તાડીની દુકાનેથી શિકાર પસંદ કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment