Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત વરસાદ અને ઓછી આવકથી શાકભાજીના ભાવ આસમાને:ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો કિલોનો ભાવ રૂા. 50 સુધી પહોંચી ગયો

    5 days ago

    દેશમાં ખાંડ બાદ હવે ડુંગળીની કિંમતોમાં ઝડપથી વધારો થઇ રહયો છે. જીવનજરૂરીયાતની અતિ મહત્વની ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂા.50 સુધી પહોંચી ગયાં છે.એક જ અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં 30 ટકા જેટલો વધારો નોંધાતા સામાન્ય વર્ગના બજેટ પર અસર પડી રહી છે. ભરૂચમાં ડુંગળીના ભાવ ફરી એકવાર સામાન્ય લોકોના બજેટને ખોરવી શકે છે. વરસાદ અને ઓછા પુરવઠાને કારણે, છેલ્લા અઠવાડિયામાં ડુંગળીના ભાવ લગભગ ૩૦ ટકા વધ્યા છે. છૂટક બજારમાં ડુંગળીના રિટેલ ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 40 થી 50 સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, તહેવારોની મોસમ દરમિયાન ડુંગળીના ભાવમાં ઝડપથી વધારો થવાથી તણાવ વધી શકે છે.જથ્થાબંધ ભાવમાં અચાનક થયેલા વધારાથી રિટેલ બજાર પર અસર પડી છે. રીટેલ વેપારીઓના મતે બજારમાં ભાવ વધ્યા છે, અને વરસાદને કારણે ડુંગળી વધુ બગડી રહી છે, જેના કારણે ઊંચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. સપ્ટેમ્બરમાં બજારમાં ખરીફ ડુંગળીનો નવો પાક આવવાનું શરૂ થશે, જેનાથી પુરવઠો વધશે. તે સમયગાળા દરમિયાન ભાવ ઘટવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચના બજારમાં મહારાષ્ટ્રથી આવતી ડુંગળીનું પ્રમાણ વધારે છે. મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી ડુંગળીનો જથ્થો એપીએમસી ખાતે આવે છે અને ત્યાંથી જથ્થાબંધ વેપારીઓ અને બાદમાં લારીઓ સુધી પહોંચે છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણનો બીજો સોમવાર, સુરતમાં 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજ્યો:અડાજણના અટલ આશ્રમમાં 2351 કિલોના પારદેશ્વર મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા
    Next Article
    Somnath Temple on 2nd Shravan Somwar | શ્રાવણના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment