Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત આર્મીમેન પતિ અને સાસરિયાનો ત્રાસ:ત્રણ મહિનાની ગર્ભવતી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ

    10 hours ago

    શહેરના વટવા વિસ્તારમાં ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી પરણીતા એ નિવૃત આર્મીમેન પતિ, જેઠ અને સાસુના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. પરિણીતા પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જ્યારે પતિ, જેઠ અને સાસુ પરિણીતાને મોબાઇલ વાપરવા દેતા નહિ અને માતા-પિતા સાથે વાતો અને ઘરે જવા દેતા ન હતા. દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હતા. જેથી મૃતકની માતાએ ત્રણેય સામે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ જશોદાનગરમાં 60 વર્ષીય શરીમતીબેન સિંહ પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર રાજસ્થાનમાં આર્મીમાં નોકરી કરે છે. જ્યારે શરીમતીબેનની 31 વર્ષીય પુત્રી રીંકીદેવીના લગ્ન વટવામાં રહેતા નરેન્દ્ર રાજપૂત સાથે ગતવર્ષ 2013માં થયા હતા. જ્યારે નરેન્દ્ર પહેલા લુધિયાણા ખાતે આર્મીમાં નોકરી કરતો હાલમાં નિવૃત છે. લગ્નના બે મહિના બાદ રીંકીદેવીને પતિ, સાસુ ફુલાબેન અને જેઠ પ્રવિણ દહેજ બાબતે મેણા-ટોણા મારીને ત્રાસ આપવાનો શરૂ કર્યુ હતુ. ગતવર્ષ 2018માં પતિએ પત્નીને માર મારતા તે પિયરમાં રહેવા જતી રહી હતી. તે સમયે પતિ, સાસુ અને જેઠ સામે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. બાદમાં સમાજના આગેવાનો દ્વારા બંને પક્ષ વચ્ચે સમાધાન થતા પરિણીતા સાસરીમાં ગઇ હતી. જે બાદ ફરીથી પતિ, જેઠ અને સાસુએ દહેજમાં સોનાની ચેન, બુલેટ અને રૂપિયાની માંગણી કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. ગત 25 જૂને પરિણીતાએ માતાને ફોન કરીને જણાવ્યુ કે તેને ત્રણ માસનો ગર્ભ છે છતા પતિ ઘરનુ ભારે કામ કરાવે છે અને મારઝુડ કરે છે. તે સમયે માતાએ પુત્રીને સમજાવી હતી. જ્યારે ગત 28 જૂને પતિ, સાસુ અને જેઠના ત્રાસથી પરિણીતાએ સવારે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. તેની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં પતિ, જેઠ અને સાસુના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યુ હોવાનું જણાવ્યુ છે. આ અંગે મૃતકની માતાએ જમાઇ, તેના ભાઇ અને વેવણ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    શીતળા કુંડ ગ્રાન્ટ વિવાદ અને કોંગ્રેસની ઘેરાવની ચીમકી:રિનોવેશન મુદ્દે ભારે હોબાળો, 50 લાખની ગ્રાન્ટ રદ થતા કોંગ્રેસની ધારાસભ્યનું ઘર અને ઓફિસ ઘેરવા ચેતવણી
    Next Article
    સાબરકાંઠામાં રાષ્ટ્રપતિ, રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ-ગાઈડનું સન્માન:રોવર-રેન્જર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ અર્પણ કરાયા, નાગરિક તરીકેની ભૂમિકા નિભાવવા કલેક્ટરે પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment