Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં રાષ્ટ્રપતિ, રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ-ગાઈડનું સન્માન:રોવર-રેન્જર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ અર્પણ કરાયા, નાગરિક તરીકેની ભૂમિકા નિભાવવા કલેક્ટરે પ્રેરણા આપી

    11 hours ago

    સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે એક સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર અને અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સ્કાઉટ, ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુની ઉપસ્થિતિમાં આ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ માત્ર સહપાઠ્ય પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સેવાભાવ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક અને રાષ્ટ્રપ્રેમ જેવા જીવનમૂલ્યોનું ઘડતર કરતી અસરકારક ચળવળ છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજસેવામાં સક્રિય રહી જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા નિભાવવા પ્રેરણા આપી હતી. સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, કારોબારી ચેરમેન રાજુ પટેલ, જલારામ ટ્રસ્ટના ઉપપ્રમુખ મહેન્દ્ર રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદીપ પટેલ, હિંમતનગર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સવજી ભાટી, ઉદ્યોગપતિ તુષાર રાવલ, ભારત સ્કાઉટ-ગાઈડ સંઘના ઉપપ્રમુખ ચૈતન્ય ભટ્ટ અને નિમેષ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્કાઉટ-ગાઈડના હોદ્દેદારો, સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે દેમતીમેરા પ્રાથમિક શાળાના સ્કાઉટ વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વનવાસી નૃત્યે કાર્યક્રમમાં ઉત્સાહ ભર્યો હતો. ભારત સ્કાઉટ-ગાઈડ સંઘના ચીફ કમિશનર અતુલ દીક્ષિતે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિના હેતુ અને મહત્વ વિશે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત આર્મીમેન પતિ અને સાસરિયાનો ત્રાસ:ત્રણ મહિનાની ગર્ભવતી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ
    Next Article
    દાહોદમાં પોલીસની ઘોર બેદરકારી સામે કોર્ટની લાલ આંખ:ભરણપોષણ કેસમાં સમન્સની બજવણી ન કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.વાઘેલા સામે કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment