Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં પોલીસની ઘોર બેદરકારી સામે કોર્ટની લાલ આંખ:ભરણપોષણ કેસમાં સમન્સની બજવણી ન કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.વાઘેલા સામે કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો

    13 hours ago

    ​દાહોદના લીમખેડા ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે દાખલ કરાયેલી અરજીના કેસમાં પોલીસ તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા અદાલતે લાલ આંખ કરી છે. ભરણપોષણ માટે અરજદારે 27 નવેમ્બર 2025ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 હેઠળ અરજી કરી હતી. જોકે, ત્યારબાદની કાર્યવાહીમાં દાહોદ રૂરલ પોલીસ વિભાગના વલણને કારણે અરજદાર લાંબા સમયથી ન્યાયથી વંચિત રહ્યા છે. ​અરજી દાખલ થયાના પ્રથમ દિવસથી જ કોર્ટે સામાવાળાને નોટિસની બજવણી કરવા માટે દાહોદ રૂરલ પોલીસને આદેશ આપ્યા હતા. ડિસેમ્બર 2025થી મે 2026 સુધીના સમયગાળા દરમિયાન કોર્ટ દ્વારા અનેકવાર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. આ તમામ નોટિસો આજ દિન સુધી અદાલતને પરત મળી નથી, જે પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ સંદર્ભે ખુલાસો કરવા માટે કોર્ટે પોલીસ સ્ટેશનને લેખિત જાણ કરી હતી, તેમ છતાં પોલીસ અધિકારીઓએ કોઈ ગંભીરતા દાખવી નથી. ​મામલાની ગંભીરતાને જોતા, અદાલતે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પીઆઈ કે.પી.વાઘેલાને સમન્સ અને નોટિસની બજવણી ન કરવા બદલ ખુલાસો કરવા હાજર રહેવા વારંવાર તાકીદ કરી હતી. અદાલતી કાર્યવાહીમાં સહકાર આપવાને બદલે પોલીસ અધિકારી સતત ગેરહાજર રહ્યા છે, જે અદાલતી હુકમનો સીધો અનાદર છે. બોમ્બે પોલીસ એક્ટની કલમ 64 હેઠળ પોલીસ અધિકારી કોર્ટના સમન્સ કે વોરંટની બજવણી કરવા કાયદેસર રીતે બંધાયેલા છે, છતાં વારંવારની સૂચના છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ​અરજદારની કફોડી સ્થિતિને ધ્યાને લઈ અને પોલીસ અધિકારી કે.પી.વાઘેલાની ફરજમાં બેદરકારી તથા કોર્ટના આદેશના અનાદર બદલ અદાલતે હવે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કાયદાની વિવિધ કલમો જેવી કે 198, 199, 223, 255 તથા અન્ય સુસંગત કાયદાકીય જોગવાઈઓ હેઠળ પીઆઈ કે.પી.વાઘેલા સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે. પોલીસ અધિકારીની આ ગંભીર બેદરકારીને કારણે અરજદારનું ભરણપોષણ અને જીવન નિર્વાહનું કામ દુષ્કર બન્યું હોવાનું અદાલતે નોંધ્યું છે. આ આદેશ બાદ દાહોદ પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અદાલતે આ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવા તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં રાષ્ટ્રપતિ, રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ-ગાઈડનું સન્માન:રોવર-રેન્જર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ અર્પણ કરાયા, નાગરિક તરીકેની ભૂમિકા નિભાવવા કલેક્ટરે પ્રેરણા આપી
    Next Article
    રાજકોટ સિવિલ હોસ્પિટલનો ફરી વિવાદ:દર્દીઓ પીડાથી તડપતા હતા અને ઓર્થોપેડિક ડોક્ટર નાસ્તો કરવામાં વ્યસ્ત હોવાનો વીડિયો વાઇરલ, સિવિલ અધિક્ષકના તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment